Pema Khandu એ અરુણાચલ પ્રદેશના CM તરીકે શપથ લીધા, Chowna Mein નાયબ મુખ્યમંત્રી બન્યા
પેમાં ખાંડુ (Pema Khandu)એ ગુરુવારે (13 જૂન 2024) સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના CM તરીકે શપથ લીધા છે અને આ સાથે ચૌના મીને પણ અરુણાચલ પ્રદેશના ડેપ્યુટી CM તરીકેના શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગ બુધવારે ઇટાનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ વિધાયક દળની બેઠક બોલાવી અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી. સાંજે, ખાંડુ ચુગ અને ઘણા ધારાસભ્યો સાથે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેટી પરનાઈકને મળવા રાજભવન પહોંચ્યા હતા.
#WATCH | Pema Khandu takes oath as the Chief Minister of Arunachal Pradesh. pic.twitter.com/413tSLcgrY
— ANI (@ANI) June 13, 2024
10 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા...
પેમા ખાંડુ (Pema Khandu)ની સાથે 10 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે. નવા કેબિનેટ મંત્રીઓમાં પીડી સોના, મામા ન્ટુંગ, દસાંગલુ પુલ, કેન્ટો જીની, જીડી વાંગસુ, બિયુરામ વાહગે, ન્યાતો દુકામ, વાંગકી લોવાંગ, બાલો રાજા અને ઓઝિંગ ત્સિંગનો સમાવેશ થાય છે.
Chowna Mein takes oath as the Deputy Chief Minister of Arunachal Pradesh. pic.twitter.com/P68yWOLw88
— ANI (@ANI) June 13, 2024
ચુગે રાજભવનમાં મીડિયા સાથે વાત કરી હતી...
તમને જણાવી દઈએ કે, આ દરમિયાન તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે ખાંડુ અને તેમના મંત્રીઓને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું હતું. ચુગે રાજભવનમાં મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બ્યુરામ વાઘે મુખ્યમંત્રી તરીકે ખાંડુના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. પાર્ટીના તમામ 46 ધારાસભ્યોએ તેને સમર્થન આપ્યું હતું. PM નરેન્દ્ર મોદી અને પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડાની પ્રશંસા કરતા ખાંડુએ રાજ્યના લોકોનો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને તેને સતત ત્રીજી વખત સત્તામાં લાવવા બદલ આભાર માન્યો હતો.
કોણ છે પેમા ખાંડુ?
44 વર્ષીય પેમા ખાંડુ (Pema Khandu) ઉત્તર-પૂર્વીય રાજ્યમાં ભાજપનો મુખ્ય ચહેરો છે. 2011 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દોરજી ખાંડુના મૃત્યુ પછી તેમણે 2016 માં રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ તેમના પિતાની બેઠક મુક્તો પરથી ચૂંટણી લડીને બિનહરીફ ચૂંટાયા હતા. 2016માં તેમણે નબામ તુકી બાદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સપ્ટેમ્બર 2016 માં, તેમણે પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં જોડાવા માટે કોંગ્રેસના ધારાસભ્યોના જૂથનું નેતૃત્વ કર્યું, અને ત્યાંથી CM બન્યા. આ પછી તેઓ અને તેમનું જૂથ ડિસેમ્બરમાં ભાજપમાં જોડાયા હતા. 2019 માં, તેઓ મુક્તો બેઠક પરથી ફરીથી ચૂંટાયા અને મુખ્યમંત્રી પદ જાળવી રાખ્યું.
આ પણ વાંચો : મોટા સમાચાર! NEET કાઉન્સેલિંગ પર કોઈ પ્રતિબંધ નહીં, 1563 વિદ્યાર્થીઓ ફરી આપશે પરીક્ષા…
આ પણ વાંચો : MEA : રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયોના મોત બાદ ભારતે લીધું કડક વલણ, ઉઠાવ્યું મોટું પગલું…
આ પણ વાંચો : Pune માં અકસ્માતનો વધુ એક ખતરનાક વીડિયો! કારની ટક્કરથી મહિલા 20 ફૂટ દૂર પડી Video Viral