Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shri Krishna Janmbhoomi Row: મુસ્લિમ પક્ષોને સુપ્રીમ કોર્ટે તરફથી મળી નિરાશા, મથુરા શાહી ઈદગાહ સર્વે પર રોક નહીં

સુુપ્રીમ કોર્ટે મથુરા શાહી ઈદગાહ સર્વે પર કેમ રોક ન લગાવી  શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે હાલમાં મથુરા શાહી ઈદગાહના સર્વે આર્ડર પર દખલગીરી કરવા પર ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મસ્જિદ પક્ષની અરજી છે. તેના...
shri krishna janmbhoomi row  મુસ્લિમ પક્ષોને સુપ્રીમ કોર્ટે તરફથી મળી નિરાશા  મથુરા શાહી ઈદગાહ સર્વે પર રોક નહીં
Advertisement

સુુપ્રીમ કોર્ટે મથુરા શાહી ઈદગાહ સર્વે પર કેમ રોક ન લગાવી 

શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે હાલમાં મથુરા શાહી ઈદગાહના સર્વે આર્ડર પર દખલગીરી કરવા પર ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મસ્જિદ પક્ષની અરજી છે. તેના અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ સાથે સંબંધિત કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પડકાર આપવામાં આવ્યો છે. તેની સુનાવણી 9 જાન્યુઆરીએ થશે. હાલમાં કોઈ વચગાળાનો આદેશ મંજૂર કરવાની જરૂર નથી.

Advertisement

વારાણસીના જ્ઞાનવાપી કેસની જેમ મથુરાના ઈદગાહ સર્વેક્ષણ માટે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કારણ કે 14 ડિસેમ્બર અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણના જન્મસ્થળની બાજુમાં આવેલા ઈદગાહ સર્વે કરવાની મંજૂરી આપી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણય સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

Advertisement

શાહી ઈદગાહમાં પણ જ્ઞાનવાપીની જેમ ધાર્મિક ચિહ્નો મળ્યા

ત્યારે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું હતું કે, "શાહી ઈદગાહ સર્વેને એડવોકેટ અને કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આગામી સુનાવણી 18 ડિસેમ્બરે થશે. આ સુનાવણીમાં સર્વે કોણ કરશે અને તેનો રિપોર્ટ ક્યારે દાખલ કરવામાં આવશે, તેવી શરતો પર ચુકાદો જાહેર કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર, વકીલ વિષ્ણુ જૈને કહ્યું, "હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઈદગાહના પરિસરમાં કમળના આકારનો સ્તંભ અને શેષનાગનો ફોટો છે જેણે ભગવાન કૃષ્ણના જન્મની રાત્રે તેમની રક્ષા કરી હતી. તેની નજીક આવેલા થાંભલાના તળિયે હિન્દુ ધાર્મિક પ્રતીકો પણ છે." અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા તમામ મામલાઓ પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા હતા. તે ઉપરાંત અરજદારોએ વિનંતી કરી છે કે... આ સર્વે નિર્ધારિત સમય મર્યાદામાં હાથ ધરવામાં આવે અને તેનો રિપોર્ટ સબમિટ કરવાની સૂચનાઓ સાથે એક વિશેષ કમિશનની રચના કરવામાં આવે.

આ પણ વાંચો: શું POK પરત લેવાનો મોદી સરકારનો પ્લાન ? વાંચો આ અગત્યના સંકેતો

Tags :
Advertisement

.

×