Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Elections : તો શું PM મોદીની જગ્યાએ આ નેતાને જવાબદારી સોંપશે સંઘ ?

લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Elections) BJP ને એક તરફ ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ ભાજપના (BJP) નેતા અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) નાગપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરેથી 70 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે....
lok sabha elections   તો શું pm મોદીની જગ્યાએ આ નેતાને જવાબદારી સોંપશે સંઘ

લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Elections) BJP ને એક તરફ ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ ભાજપના (BJP) નેતા અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) નાગપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરેથી 70 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આથી નાગપુરમાંથી (Nagpur) તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે ભાજપને પોતાના દમ પર સ્પષ્ટ બહુમત મળી રહ્યું નથી, તો શું નીતિન ગડકરી વડાપ્રધાન બની શકે છે ? કારણ કે નીતિન ગડકરીના હંમેશા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સારા સંબંધો રહ્યા છે. તે જે લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ એક યોગાનુયોગ છે. સંઘનું મુખ્ય મથક પણ આ જ વિસ્તારમાં આવે છે.

Advertisement

જણાવી દઈએ કે, આ વર્ષે નીતિન ગડકરી (Nitin Gadkari) નવા સંકલ્પ સાથે ચૂંટણી મેદાને ઉતર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમણે પોસ્ટર લગાવ્યા વગર જ પ્રચાર કર્યો હતો. નીતિન ગડકરી ભાજપના (BJP) એવા નેતા છે, જેમના નામ પર કેટલાક વિરોધ પક્ષો પણ સમર્થન કરી શકે છે. મહારાષ્ટ્રમાંથી (Maharashtra) PM બનાવવાની શરતે શિવસેના અને યુબીટી (UTB) પણ સાથે આવી શકે છે. આમ કરીને સંઘ અને ભાજપ શરદ પવારની (Sharad Pawar) સંભવિત ગુગલીને નકામી બનાવી શકે છે.

નીતિન ગડકરી મારશે જીતની હેટ્રિક

જણાવી દઈએ કે, વર્ષ 2014 માં જ્યારે નીતિન ગડકરી પહેલીવાર ચૂંટાયા હતા ત્યારે એવું માનવામાં આવતું હતું કે મોદી (PM Modi) લહેરના કારણે તેમણે કોંગ્રેસના (Congress) નેતાને હરાવ્યા હતા. જો કે, વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ નાના પટોલેને (Nana Patole) હરાવ્યા હતા. ગડકરીએ તે ચૂંટણી જીતી હતી, પરંતુ 2014 ની સરખામણીમાં તેમની જીતનું માર્જિન ઘટ્યું હતું. જ્યારે ગડકરી સામે સતત ત્રીજી વખત જીતવાના પડકાર સાથે માર્જિન વધારવાનું દબાણ પણ હતું, ત્યારે કોંગ્રેસે પરિસ્થિતિને પલટાવવાનો પ્રયાસ કર્યો હતો. નીતિન ગડકરીએ ચૂંટણી પહેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, કામ કરનારનું નામ ઓછું છે. તેમણે અનેક પ્રસંગોએ વિપક્ષની વાહવાહી જીતી છે.

Advertisement

આ પણ વાંચો - Delhi Election Results: તમામ 7 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવ્યો

આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : PM મોદીએ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા

Advertisement

આ પણ વાંચો - West Bengal Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળની અંદર વધુ એકવાર ભાજપના સૂપડા સાફ

Tags :
Advertisement

.