Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election Result 2024: કોંગ્રેસ તોડી રહી છે BJP સરકારની લહેરને, કોંગ્રેસ તોડશે BJP નો 10 વર્ષનો રેકોર્ડ

Lok Sabha Election 2024 ની મતગણતરીના શરૂઆતી તબક્કામાં NDA 290+ બેઠકો પર આગળ ચાલી રહી છે. તેથી કહી શકાય છે કે, બહુમતી સાથે કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બની શકે છે. તો ભાજપ 251 લોકસભા બેઠકો પર વિપક્ષને લીડ આપી...
lok sabha election result 2024  કોંગ્રેસ તોડી રહી છે bjp સરકારની લહેરને  કોંગ્રેસ તોડશે bjp નો 10 વર્ષનો રેકોર્ડ

Lok Sabha Election 2024 ની મતગણતરીના શરૂઆતી તબક્કામાં NDA 290+ બેઠકો પર આગળ ચાલી રહી છે. તેથી કહી શકાય છે કે, બહુમતી સાથે કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બની શકે છે. તો ભાજપ 251 લોકસભા બેઠકો પર વિપક્ષને લીડ આપી રહી છે. બીજી તરફ વિપક્ષ INDIA Alliance 19+ બેઠકો પર આગળ વધી રહી છે. તેમાં કોંગ્રેસ 84+ લોકસભા બેઠકો પર ભાજપને લીડ આપી રહી છે.

Advertisement

  • મતગણતરીમાં કોંગ્રેસની લોકસભા બેઠકો મજબૂત પકડ જોવા મળી

  • 2014 માં તો કોંગ્રેસ 50 નો આંકડો પણ અડી શકી ન હતી

  • INDIA Alliance 33 બેઠકોની લીડ આપી રહી

હાલમાં, INDIA Alliance ભલે બહુમતીથી ઘણાં દૂર જોવા મળી રહ્યા હોય, પરંતુ કોંગ્રેસ માટે થોડીક ક્ષણોમાં ખુશની ખબરો જોવા મળશે. કારણ કે... Lok Sabha Election 2019 ના મૂકાબલે આ વર્ષે મતગણતરીમાં કોંગ્રેસની લોકસભા બેઠકો મજબૂત પકડ જોવા મળી રહી છે. જોકે Lok Sabha Election 2019 માં કોંગ્રેસ કુલ 52 બેઠકો પર ધ્વસ્ત થઈ ગઈ હતી. ત્યારે આ વખતે કોંગ્રેસનો આંકડો વધી શકે છે.

2014 માં તો કોંગ્રેસ 50 નો આંકડો પણ અડી શકી ન હતી

શરુઆતના આંકડાઓ પર નજર કરીએ તો કોંગ્રેસ તેના 10 વર્ષનો રેકોર્ડ તોડવા જઈ રહી છે. દેશમાં મોદી લહેર પ્રસરી હોવ છતાં પણ કોંગ્રેસ લોકસભા બેઠકો પર પ્રભુત્વ જમાવી શકે છે. 2014 માં તો કોંગ્રેસ 50 નો આંકડો પણ અડી શકી ન હતી. માત્ર 44 બેઠકો પર ધ્વસ્ત થઈ ગઈ હતી. તો Lok Sabha Election 2019 માં કોંગ્રેસનું પ્રદર્શન સારુ એવું રહ્યું હતું. ત્યારે કોંગ્રેસે 52 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી હતી.

Advertisement

INDIA Alliance 33 બેઠકોની લીડ આપી રહી

તો INDIA Alliance ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે અસર કરતી જોવા મળી છે. શરૂઆતી મતગણતરીના સમયે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી INDIA Alliance 33 બેઠકોની લીડ આપી રહી હતી. ત્યારે INDIA Alliance માટે શરૂઆતમાં મતગણતરીના આંકડા કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: ECI એ ભૂપેશ બઘેલને લીધા આડેહાથ, કહ્યું- EVM બદલવાના આરોપમાં કોઈ હકીકત નહીં…

Tags :
Advertisement

.