Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indore Tree Plantation: ઈન્દોરે 24 કલાકમાં 12 લાખ વૃક્ષો વાવી ઈતિહાસ રચ્યો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Indore Tree Plantation: છેલ્લા સાત વખતથી દેશમાં સ્વચ્છતામાં અગ્રેસર બની રહેલા Indore એ આખરે એક દિવસમાં સૌથી વધુ Tree Plantation નો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ Indoreની રેવતી રેન્જ ટેકરીમાં આજરોજ બન્યો હતો. તેમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી...
indore tree plantation  ઈન્દોરે 24 કલાકમાં 12 લાખ વૃક્ષો વાવી ઈતિહાસ રચ્યો  ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Indore Tree Plantation: છેલ્લા સાત વખતથી દેશમાં સ્વચ્છતામાં અગ્રેસર બની રહેલા Indore એ આખરે એક દિવસમાં સૌથી વધુ Tree Plantation નો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ Indoreની રેવતી રેન્જ ટેકરીમાં આજરોજ બન્યો હતો. તેમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ Indore આવ્યા હતાં. તેમણે માતા કુસુમબેનની યાદમાં અહીં એક છોડ વાવ્યો હતો. મુખ્યમંત્રી ડો.મોહન યાદવ, મેયર પુષ્ય મિત્ર ભાર્ગવ અને શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીયને ગિનિસ બુક તરફથી વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ રેકોર્ડ માટે ત્રણેય નેતાઓએ શહેરવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

  • સામાજિક સંસ્થાઓના લોકોએ Tree Plantation કર્યું

  • Indore માં 12 લાખથી વધુ વૃક્ષોઓ વાવવામાં આવ્યા

  • ગત વર્ષે આસામમાં 9 લાખથી વધુ વૃક્ષો વાવ્યા હતાં

Guinness Book of World Records ની ટીમ રેવતી પર્વત પર Tree Plantation ના વર્લ્ડ રેકોર્ડની ચકાસણી કરવા આવી હતી. 300 થી વધુ લોકોની ટીમે છોડની ગણતરી કરી હતી. ટીમનું નેતૃત્વ કરી રહેલા નિશ્ચયે કહ્યું કે Indore માં 24 કલાકની અંદર 12 લાખથી વધુ વૃક્ષોઓ વાવવામાં આવ્યા છે. BSF ની રેવતી ફાયરિંગ રેન્જ સ્થિત ટેકરી ખાતે રવિવારે સવારે 6 વાગ્યે 12 લાખ Tree Plantation નું અભિયાન શરૂ થયું હતું. આ પછી વિવિધ સામાજિક સંસ્થાઓના લોકોએ Tree Plantation કર્યું હતું.

Advertisement

Indore માં 12 લાખથી વધુ વૃક્ષોઓ વાવવામાં આવ્યા

સવારે 10:30 વાગ્યા સુધીમાં ટેકરી ખાતે ચાર લાખથી વધુ વૃક્ષોઓ વાવવામાં આવ્યા હતાં. સાંજે 4 વાગ્યે Indore ના રહેવાસીઓએ Assam માં ગયા વર્ષે વાવેલા 9.26 લાખ વૃક્ષોઓનો વર્લ્ડ રેકોર્ડ વટાવી દીધો હતો. તો સાંજે 5.30 વાગ્યા સુધીમાં Indore માં 12 લાખથી વધુ વૃક્ષોઓ વાવવામાં આવ્યા હતાં. આ ક્રમ સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહ્યો. આ સાથે ઉજવણીનો સમયગાળો શરૂ થયો.

ગત વર્ષે આસામમાં 9 લાખથી વધુ વૃક્ષો વાવ્યા હતાં

આ કાર્યક્રમ Indoreમાં વડાપ્રધાન મોદીની પહેલ Ek Ped Maa Ke Naam અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર Assam ના ઉદલગુરી જિલ્લામાં ગયા વર્ષે 13 થી 14 સપ્ટેમ્બરની વચ્ચે 24 કલાકમાં 9 લાખ 26 હજાર વૃક્ષોઓ વાવવામાં આવ્યા હતા. 14 જુલાઈ 2024 ના રોજ Indore માં 11 લાખથી વધુ વૃક્ષોઓ વાવીને આ રેકોર્ડ તોડ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: X ઉપર PM MODI એ સ્થાપ્યો નવો કીર્તિમાન, 100 MILLION FOLLOWERS નો આંકડો કર્યો પાર

Tags :
Advertisement

.