Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કેટલો યોગ્ય? આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ આજે એટલે કે 11 ડિસેમ્બરે કોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવામાં આવી હતી. સાથે જ રાજ્યને 2 ભાગ જમ્મુ-કાશ્મીર...
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કેટલો યોગ્ય  આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ આજે એટલે કે 11 ડિસેમ્બરે કોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવામાં આવી હતી. સાથે જ રાજ્યને 2 ભાગ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું હતું અને બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા અપાઈ હતી.

Advertisement

સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સામે દાખલ અરજીઓ પર સુનાવાણી બાદ આજે ચુકાદો આપી શકે છે. જણાવી દઈએ કે, કલમ 370 હટાવવાના નિર્ણય સામે 23 અરજીઓ આવી હતી. આ બધી અરજીઓ પર સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આજે આ મામલે નિર્ણય આવી શકે છે. આજે કોર્ટ નિર્ણય કરશે કે કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય હતો કે નહીં?

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ આ નિર્ણય સંભળાવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચ આ ચુકાદો આપશે. આ બેંચમાં CJI ડી.વાય. ચંદ્રચૂડ સિવાય જસ્ટીસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલો સાલ 2019થી પેન્ડિંગ છે. ત્યારે હવે આ મામલે આજે મહત્તપૂર્ણ ચુકાદો આવશે. કોર્ટમાં કરવામાં આવેલી અરજીઓમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અનેક મહત્ત્વના સવાલોના જવાબ મળશે.

Advertisement

અરજદારોના તર્ક:

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં સતત 16 દિવસ સુધી તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ સુનાવણી દરમિયાન અરજીકરનારાઓ અને કેન્દ્ર સરકાર તરફથી પોતાના તર્ક સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અરજદારઓએ કલમ 370 હટાવવા અંગે દલીલ કરી હતી કે બંધારણ સભાની ગેરહાજરીમાં કેન્દ્રે આડકતરી રીતે બંધારણ સભાની ભૂમિકા સ્વીકારી અને રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી શક્તિઓનો ઉપયોગ કર્યો. તેમણે દલીલ કરતા જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં કોઈપણ કાયદામાં ફેરફાર કરતી વખતે બંધારણ રાજ્ય સરકારની સંમતિને ફરજિયાત બનાવે છે. આ ધ્યાનમાં રાખીને કે જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હતું અને રાજ્ય સરકારની કોઈ સંમતિ નહોતી.

Advertisement

કેન્દ્રના તર્ક:

જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી તર્ક આપવામાં આવ્યો કે, બંધારણ હેઠળ નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાનું કોઈ ઉલ્લંઘન કરાયું નથી અને રાષ્ટ્રપતિનો આદેશ જારી કરવાની સત્તા કેન્દ્ર પાસે હતી. કેન્દ્રે આ દલીલ પણ કરી હતી કે, અરજદારોએ જે આક્ષેપ કર્યા છે તેનાથી વિપરિત, કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, તેમાં કોઈ "બંધારણીય છેતરપિંડી" નથી. કેન્દ્રે દલીલ કરી હતી કે બે અલગ બંધારણીય અંગો- રાષ્ટ્રપતિ અને રાજ્ય સરકારની સંમતિથી- જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરી શકે છે.

આ પણ વાંચો- શું છે 11 ડિસેમ્બરની HISTORY ? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

Tags :
Advertisement

.