Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોર્ટમાં બઢતી મેળવી પણ લખવા વાંચતા પણ નહોતું આવડતું, જજે આપ્યા તપાસના આદેશ

નવી દિલ્હી : કર્ણાટકના કોપ્પલ કોર્ટમાં એક સફાઇ કર્મચારીએ પટવાળાની નોકરી પ્રાપ્ત કરી, જો કે જ્યારે જજે તેની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા તો સૌ કોઇ ચોંકી ગયા. જજને આશંકા હતી કે, પટાવાળો કોઇ પણ ભાષા લખવા અસમર્થ છે અને તેની...
કોર્ટમાં બઢતી મેળવી પણ લખવા વાંચતા પણ નહોતું આવડતું  જજે આપ્યા તપાસના આદેશ
Advertisement

નવી દિલ્હી : કર્ણાટકના કોપ્પલ કોર્ટમાં એક સફાઇ કર્મચારીએ પટવાળાની નોકરી પ્રાપ્ત કરી, જો કે જ્યારે જજે તેની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા તો સૌ કોઇ ચોંકી ગયા. જજને આશંકા હતી કે, પટાવાળો કોઇ પણ ભાષા લખવા અસમર્થ છે અને તેની પાસે 99 ટકા માર્ક સાથે 10મું ધોરણ પાસ કર્યું છે તો તેની નોકરી પટાવાળા તરીકે કઇ રીતે મળી.

Advertisement

જજને આશંકા જતા તપાસના આદેશ આપ્યા

કર્ણાટકમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કોપ્પલ કોર્ટના જજે પટાવાળા વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જજે જ્યારે પટાળાની 10 મા ધોરણની 99 ટકાની ડિગ્રી જોઇ તો તેઓ ચોંકી ઉઠ્યા. કારણ કે 10 માં ધોરણમાં તેણે 99 ટકા તો મેળવ્યા હતા પરંતુ તે એક પણ ભાષા લખી કે વાંચી શકતો નહોતો. જેના પગલે જજે 10 મા ધોરણની માર્કશીટ પર આશંકા ગઇ અને તેમણે તપાસ આદેશ આપ્યા હતા.

Advertisement

સફાઇ કર્મચારીમાંથી પટાવાળા તરીકે બઢતી મેળવી

23 વર્ષના પ્રભુ લક્ષ્મીકાંત લોકરે કોપ્પલ કોર્ટમાં સફાઇ કર્મચારી તરીકે કામ કર્યું હતું. હાલમાં જ તેમણે ધોરણ 10 ની પરીક્ષામાં 99.5 ટકા મેળવીને કોર્ટમાં પટાવાળા તરીકે નોકરી પ્રાપ્ત કરી હતી. જો કે તેની આ ઉપલબ્ધિને જજના મનમાં આશંકા પેદા કરી હતી. કારણ કે તે કન્નડ ભાષા લખવા અને વાંચવા અક્ષમ હતો. ત્યાર બાદ કોપ્પલમાં જેએમએફસી ન્યાયાધીશે પોલીસને પ્રભુની શૈક્ષણિક યોગ્યતાની તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. 26 એપ્રીલે પ્રભુ વિરુદ્ધ એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી.

Advertisement

તપાસમાં સત્ય સામે આવ્યું.

ફરિયાદ બાદ પોલીસે પ્રભુની માર્કશીઠ અને શાળાની શિક્ષણની તપાસ કરી હતી ત્યાર બાદ સંપુર્ણ સત્ય સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, રાયચુર જિલ્લાના સિંધનૂર તાલુકાના પ્રભુએ ન માત્ર 7 મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને કોપ્પલ કોર્ટમાં સફાઇ કર્મચારી તરીકે કામ મેળવ્યું હતું. ત્યાર બાદ તેનું નામ પટાવાળાના પદ માટે 22 એપ્રીલ, 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું. જેના પગલે તેનું પોસ્ટિંગ યાદગીરમાં જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં થયું હતું.

99 ટકા સાથે પાસ કરી હતી બોર્ડની પરીક્ષા

પ્રભુના સર્ટિફિકેટ અનુસાર તેણે SSLC પરીક્ષામાં 625 માંથી 623 માર્ક મેળવ્યા હતા. પ્રભુને વર્ષોથી જાણતા લોકોને ખબર હતી કે તે કન્નડ, હિંદી અને અંગ્રેજી ભાષા લખી કે વાંચી શકતો નથી. જજને પણ આ વાતની આશંકા ગઇ હતી. તો પછી પ્રભુ સફાઇ કર્મચારીમાંથી પટાવાળો કઇ રીતે બની ગયો. જજે તે બાબત નોંધી કે, નકલી શૈક્ષણિક ડિગ્રીઓને કારણે સાચા અને હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન પહોંચે છે. હવે જજે આ સમગ્ર ભરતીની તપાસ કરવા માટેનો આદેશ આપ્યો છે.

દિલ્હી શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષા દ્વારા 10મું પાસ કર્યું

ન્યાયાધીશે પ્રભુના લખવાની તુલના એસએસએલસીની ઉત્તર પુસ્તિકા સાથે કરાવવા માટેની પણ અપીલ કરી હતી. પ્રભુએ દાવો કર્યો કે તેણે 2017-18 માં બાગલકોટ જિલ્લાની બનહટ્ટીમાં એક સંસ્થામાં એક ખાનગી ઉમેદવાર તરીકે 10 મા ધોરણની પરીક્ષા આપી હતી. પરીક્ષા દિલ્હી શિક્ષા બોર્ડ દ્વારા આયોજિત કરાઇ હતી. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Tags :
Advertisement

.

×