Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana Bus Accident: પંચકૂલામાં પિંજોર પાસે મોટી દુર્ઘટના, 40 વિદ્યાર્થીઓ ઘાયલ

Haryana Bus Accident : અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ક્યાંક ઓવર સ્પીડમાં તો ક્યાંક ઓવર ટેક કરવા જતા વાહન પર કાબૂ રહેતો નથી પરિણામે અકસ્માત થાય છે. ત્યારે હરિયાણામાં પણ બસ પલટી (Haryana Bus Accident )હોવાનું સામે આવ્યું છે....
haryana bus accident  પંચકૂલામાં પિંજોર પાસે મોટી દુર્ઘટના  40 વિદ્યાર્થીઓ ઘાયલ

Haryana Bus Accident : અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ક્યાંક ઓવર સ્પીડમાં તો ક્યાંક ઓવર ટેક કરવા જતા વાહન પર કાબૂ રહેતો નથી પરિણામે અકસ્માત થાય છે. ત્યારે હરિયાણામાં પણ બસ પલટી (Haryana Bus Accident )હોવાનું સામે આવ્યું છે. બસમાં સવાર 40 બાળકો ઘાયલ થયા છે.

Advertisement

ઇજાગ્રસ્તોને ખસેડાયા સારવાર અર્થે

હરિયાણાના પંચકુલાના પિંજોર પાસે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત (Haryana Bus Accident)પિંજોરના નૌલતા ગામ પાસે થયો હતો જ્યાં હરિયાણા રોડવેઝની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ થયા છે. ઘાયલોને પિંજોર હોસ્પિટલ અને પંચકુલાની સેક્ટર-6 સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મહિલાની હાલત નાજુક છે અને તેને પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવી છે. અકસ્માતનું કારણ બસ ડ્રાઇવરની ઓવર સ્પીડ હોવાનું કહેવાય છે.

Advertisement

એક મહિલાની હાલત ગંભીર

આ અકસ્માતમાં એક મહિલાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બસમાં વધારે પડતાં મુસાફરો અને ઓવરસ્પીડમાં દોડાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. એવો પણ દાવો કરાયો છે કે રોડની હાલત પણ સારી નહોતી.

ડ્રાઈવર અને કંડક્ટર સસ્પેન્ડ

માહિતી આપતાં પંચકુલાના સીએમઓ ડૉ. મુક્તા કુમારે જણાવ્યું કે, પંચકુલાના સેક્ટર 6માંથી 22 ઘાયલ બાળકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. બસ એક મહિલા પર પલટી ગઈ, તેને ચંદીગઢ પીજીઆઈમાં રીફર કરવામાં આવી છે. પંચકુલા જિલ્લાના ડેપ્યુટી કમિશનર ડૉ. યશ ગર્ગે માહિતી આપી છે કે આ અકસ્માતમાં 50 બાળકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ પ્રશાસને મામલાની નોંધ લીધી અને ડ્રાઈવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરી દીધા. હાલ હરિયાણા રોડવેઝની મિની બસનો ડ્રાઈવર અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જ્યારે કંડક્ટરને ઈજાઓ થવાને કારણે પંચકુલાના સેક્ટર 6 સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ  વાંચો  - Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈ અસ્ત-વ્યસ્ત, રેલ્વેની હાલત ખરાબ, સ્કૂલો પણ બંધ…

આ પણ  વાંચો  - VEGETABLE : વરસાદે બગાડ્યો રસોડાનો સ્વાદ, શાકભાજીના ભાવ આસમાને

આ પણ  વાંચો  - Puri Jagannath Rath Yatra : જગન્નાથ રથયાત્રામાં ભાગદોડના કારણે એકનું મોત, અનેક ઘાયલ…

Tags :
Advertisement

.