Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fake ID: 67 વર્ષનો વૃદ્ધ બનીને કેનેડા જઈ રહ્યો હતો 24 વર્ષનો યુવક,દિલ્હી એરપોર્ટ પર પકડાતાં ખુલી પોલ

Fake ID : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી CISFએ એક 24 વર્ષના યુવકની ધરપકડ કરી છે. જે 67 વર્ષના સીનિયર સિટિઝન બનીને કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો. તેની પાસેથી નકલી (Fake ID)પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 18 જૂને...
fake id  67 વર્ષનો વૃદ્ધ બનીને કેનેડા જઈ રહ્યો હતો 24 વર્ષનો યુવક દિલ્હી એરપોર્ટ પર પકડાતાં ખુલી પોલ

Fake ID : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી CISFએ એક 24 વર્ષના યુવકની ધરપકડ કરી છે. જે 67 વર્ષના સીનિયર સિટિઝન બનીને કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો. તેની પાસેથી નકલી (Fake ID)પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 18 જૂને લગભગ 5 વાગ્યાને 20 મિનિટે પ્રોફાઈલંગ અને બિવેહિયર ડિટેક્શનના આધારે CISFના જવાને ટર્મિનલ-3ના ચેકઈન ક્ષેત્રમાં એક યાત્રીને પૂછપરછ માટે રોક્યો હતો.

Advertisement

પૂછપરછમાં તેણે પોતાની ઓળખ રશવિંદર સિંહ સહોતા (ઉંમર 67 વર્ષ) તરીકે જણાવી. પાસપોર્ટમાં તેની જન્મ તિથિ 10 ફેબ્રુઆરી, 1957 અને પીપી નંબર 438851માં ઓળખ ભારતીય તરીકે જણાવી. જે એર કેનેડાની ફ્લાઈટ નંબર એસી 043/એસટીડી 2250 વાગ્યાથી કેનેડા જઈ રહ્યો હતો. તેના પાસપોર્ટની તપાસ કરવા પર ખ્યાલ આવ્યો કે તેની ઉંમર પાસપોર્ટમાં આપવામાં આવેલી ઉંમરથી ઘણી જ ઓછી લાગી રહી હતી. તેનો અવાજ અને સ્કીન પણ કોઈ જવાન વ્યક્તિ જેવી હતી જે પાસપોર્ટમાં આપવામાં આવેલી વિગતથી મેળ ખાતી ન હતી. સઘન તપાસ કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે તેણે પોતાના વાળ અને દાઢીને સફેદ રંગથી રંગ્યા હતા અને વૃદ્ધ દેખાવવા માટે ચશ્મા પણ પહેર્યાં હતા.

24 વર્ષનો યુવક 67 વર્ષનો વૃદ્ધ બનીને કેનેડા જઈ રહ્યો હતો

શંકાના આધરે તેની તલાશી માટે ડિપાર્ચર એરિયામાં લઈ જવામાં આવ્યો. તેના મોબાઈલ ફોનની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તેમાં એક અન્ય પાસપોર્ટની સોફ્ટ કોપી હતી. જે મુજબ પાસપોર્ટ નંબર V4770942 ભારતીય નામ- ગુર સેવક સિંહ, ઉંમર 24 વર્ષ, જન્મ તારીખ 10 જૂન, 2000 હતી.

Advertisement

CISFના જવાનને શંકા જતા પૂછપરછ બાદ વ્યક્તિને રોક્યો

પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેનું સાચું નામ ગુરુ સેવક સિંહ છે અને તે 24 વર્ષનો છે. પરંતુ 67 વર્ષીય રશવિંદર સિંહ સહોતાના નામથી બનેલા પાસપોર્ટ પર તે યાત્રા કરી રહ્યો હતો. જો કે મામલો નકલી પાસપોર્ટનો હતો તેથી યાત્રીને તેના સામાનની સાથે કાયદાકીય કાર્યવાહી માટે દિલ્હી પોલીસને સોંપી દેવાયો છે.

આ પણ  વાંચો - Jammu and Kashmir : કુપવાડાની જેલમાં મોટી દુર્ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 9 કેદીઓ ગંભીર રીતે દાઝ્યા…

Advertisement

આ પણ  વાંચો - Heat Wave ના કારણે આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જાહેર કરી એડવાઈઝરી, આપી આ સલાહ…

આ પણ  વાંચો - Reasi Terror Attack : જમ્મુના રિયાસી આતંકી હુમલાના કેસમાં મોટી સફળતા, એક આરોપીની ધરપકડ

Tags :
Advertisement

.