Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંસદમાં ઘૂસણખોરી મામલે વધુ એક શખ્સની એન્ટ્રી! માસ્ટરમાઇન્ડ લલિતની મદદ કરનારો આ શખ્સ આવ્યો સામે

સંસદની સુરક્ષામાં ચૂક મામલાનો માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ નવી દિલ્હી વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે આ મામલે પોલીસે એક નવો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે મહેશ નામના એક શખ્સ સાથે આરોપી લલિત ઝા પોતે...
સંસદમાં ઘૂસણખોરી મામલે વધુ એક શખ્સની એન્ટ્રી  માસ્ટરમાઇન્ડ લલિતની મદદ કરનારો આ શખ્સ આવ્યો સામે
Advertisement

સંસદની સુરક્ષામાં ચૂક મામલાનો માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ નવી દિલ્હી વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે આ મામલે પોલીસે એક નવો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે મહેશ નામના એક શખ્સ સાથે આરોપી લલિત ઝા પોતે કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. અહીં લલિતે સરેન્ડર કર્યું હતું. લલિત ઝાની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મહેશની પણ અટકાયત કરવામાં આવી છે.

Advertisement

પોલીસ મુજબ, સંસદમાં ઘૂસણખોરીની ઘટના બાદ માસ્ટરમાઇન્ડ લલિત ઝા દિલ્હીથી સીધો રાજસ્થાન ભાગ્યો હતો અને અહીં તે મહેશ નામના એક શખ્સના ઠેકાણા પર પહોંચ્યો હતો. મહેશ પણ 13 ડિસેમ્બરે સંસદ ભવન આવવવાનો હતો. મહેશને આ તમામ ઘટના અંગે પહેલાથી જ માહિતી હતી. મહેશ સાથે લલિત ઝા દિલ્હી પહોંચ્યો હતો અને પછી આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હી પોલીસને મહેશની પણ શોધ હતી. સંસદમાં ઘૂસણખોરીનો માસ્ટમાઇન્ડ લલિત ઝા ઘટનાનો વીડિયો બનાવ્યા પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Advertisement

અત્યાર સુધી 7 લોકોની ધરપકડ

Advertisement

લલિત ઝા બસથી રાજસ્થાનના નાગૌર પહોંચ્યો હતો. ત્યાં તેણે એક હોટેલમાં રાત રોકાણ કર્યું હતું. ત્યાર પછી જ્યારે તેને ખબર પડી કે પોલીસ તેની શોધમાં છે ત્યારે તે મહેશ સાથે દિલ્હી આવી ગયો અને આત્મસમર્પણ કર્યું. લલિતની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ પૂછપરછ માટે લલિતને સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા લલિત અને મહેશની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સંસદમાં ઘૂસણખોરી મામલે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા 5 આરોપીની ધરપકડ કરાઈ હતી, જેમાં કૈલાશ, અમોલ, નીલમ, સાગર અને મનોરંજન સામેલ છે. જ્યારે તેના સહયોગી વિશાલ શર્મા ઉર્ફે વિક્કીની ગુરુગ્રામમાંથી અટકાયત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ સંસદ પહોંચતા પહેલા વિશાલના ઘરે રોકાયા હતા. જો કે, આ કેસમાં વિશાલ શર્મા ઉર્ફે વિક્કી અને તેની પત્નીની કોઈ ભૂમિકા હોવાનું જાણવા મળ્યું નથી, તેથી પોલીસે તેમને હાલ માટે છોડી દીધા છે.

આ પણ વાંચો - Bhajan Lal Sharma: રાજસ્થાનમાં 33 વર્ષ પછી CM ની ખુરશી પર બ્રાહ્મણ,હાઈકમાન્ડે ભજનલાલ શર્મા પર વ્યક્ત કર્યો વિશ્વાસ

Tags :
Advertisement

Trending News

.

×