Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EARTHQUAKE BREAKING : દિલ્હી NCR ની ધરા ધ્રુજી, 6.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લાંબા સમય સુધી આંચકા આવતા રહ્યા.ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો તાત્કાલિક પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે...
earthquake breaking   દિલ્હી ncr ની ધરા ધ્રુજી  6 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લાંબા સમય સુધી આંચકા આવતા રહ્યા.ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો તાત્કાલિક પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.

Advertisement

તમને જણાવી દઈએ કે અડધા કલાકના અંતરાલ સાથે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે દિલ્હીથી લઈને ઉત્તરાખંડ સુધીના સમગ્ર ઉત્તર ભારતમાં ધરતી ધ્રૂજી ગઈ. ઉત્તરાખંડના ખાતિમામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા.

Advertisement

નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, બે વાર ભૂકંપ આવ્યા. પહેલો આંચકો બપોરે 2.25 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા 4.46 હતી. લગભગ અડધા કલાક પછી, બપોરે 2.51 વાગ્યે, બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 6.2 હતી. આ ભૂકંપના કારણે લોકોને ઘરની બહાર દોડી જવાની ફરજ પડી હતી.

Advertisement

ક્યા અનુભવાયા ભૂકંપના આંચકા?
આ આંચકા દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિત નજીકના શહેરોમાં અનુભવાયા હતા. આ સાથે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં પણ લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

આ  પણ  વાંચો -CHHATTISGARH : PM MODI નો અણિયારો સવાલ..શું હિન્દુઓએ……?

Tags :
Advertisement

.