Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનની ધરા ધ્રૂજી, જયપુર સહિત કેટલાક વિસ્તારોમાં ભૂકંપ

રાજસ્થાનના જયપુર સહિત ઘણા વિસ્તારોમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાની રાજધાની જયપુરમાં ભૂકંપના આચંકાથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો. જો કે ભૂકંપની તીવ્રતા વધારે ન હતી. શુક્રવારના રોજ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 ની માપવામાં આવી છે. ભૂંકંપના હળવા આંચકા સવારે 8 વાગે અનુવાયા હતા. આ ઉપરાંત સિકર અને ફતેહપુરમાં પણ ભૂકંપનો ઝટકો અનુવાયો
રાજસ્થાનની ધરા ધ્રૂજી  જયપુર સહિત કેટલાક વિસ્તારોમાં ભૂકંપ
રાજસ્થાનના જયપુર સહિત ઘણા વિસ્તારોમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાની રાજધાની જયપુરમાં ભૂકંપના આચંકાથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો. જો કે ભૂકંપની તીવ્રતા વધારે ન હતી. શુક્રવારના રોજ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 ની માપવામાં આવી છે. ભૂંકંપના હળવા આંચકા સવારે 8 વાગે અનુવાયા હતા. આ ઉપરાંત સિકર અને ફતેહપુરમાં પણ ભૂકંપનો ઝટકો અનુવાયો છે. લોકોને 3 સેકંડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ ભૂકંપનું કેન્દ્ર જયપુરથી 92 કિલોમીટર દૂર ઉત્તરશ્ચિમમાં હતું. 
ઉલ્લેખનીય છે કે 5 ફેબ્રુઆરીએ જમ્મુકાશ્મીરમાં ભૂકંપનો મોટો આંચકો અનુવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે સીલીંગ પર લાગેલા પંખા અને ઝૂમર પણ હલવા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે આ ભૂકંપનું એપીસેન્ટર અફઘાનિસ્તાન-તઝાકિસ્તાન બોર્ડર પર હતું. આંચકા અનુભવાતા લોકોમાં દોડધામ મચી ગઈ અને લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી અને નોયડા સુધી અનુભવાયા હતા. જો કે દિલ્હી-નોઈડામાં આ આંચકા હળવા હોવાથી લોકોને ભૂકંપનો અનુભવ થયો ન હતો. 
ભૂકંપની મહત્તમ માત્રા હજુ નક્કી નથી થઈ. પણ એવું કહેવાય છે કે 7.0 અથવા તેથી વધુ તીવ્રતાના ભૂકંપને વિનાશક માનવામાં આવે છે. આ પ્રકારનો ભૂકંપ તબાહી સર્જે છે. અમદાવાદ અને કચ્છમાં આવેલો ભૂકંપ તેનું ઉદાહરણ છે.  
Advertisement
Tags :
Advertisement

.