Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar Bridge Collapse: કરોડોનાં ખર્ચે બનેલો બ્રિજ અચાનક કડડભૂસ થયો, જુઓ હચમચાવે એવો video

Bihar Bridge Collapse: બિહારના અરરિયાના સિક્તીમાં બકરા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો. આ પુલ સિક્તિ બ્લોક વિસ્તારમાં પાદરિયા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો. અરરિયાના સિખતી બ્લોક અને કુરસાકાટા બ્લોકને જોડતો પાદરિયા પુલ તેના નિર્માણ દરમિયાન નદીમાં ડૂબી ગયો હતો....
bihar bridge collapse  કરોડોનાં ખર્ચે બનેલો બ્રિજ અચાનક કડડભૂસ થયો  જુઓ હચમચાવે એવો video

Bihar Bridge Collapse: બિહારના અરરિયાના સિક્તીમાં બકરા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો. આ પુલ સિક્તિ બ્લોક વિસ્તારમાં પાદરિયા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો. અરરિયાના સિખતી બ્લોક અને કુરસાકાટા બ્લોકને જોડતો પાદરિયા પુલ તેના નિર્માણ દરમિયાન નદીમાં ડૂબી ગયો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે આ પુલ બનાવવામાં આવ્યો હતો, ત્યારે પ્રથમ વખત પુરના કારણે નદીનો કાંઠો ધોવાઈ ગયો હતો. આ પછી 12 કરોડના ખર્ચે નદીને કિનારે જોડવા માટે પુલનું નિર્માણ શરૂ થયું. જે આજે અચાનક તૂટી પડ્યું હતું.

Advertisement

બિહારમાં વધુ એક  બ્રિજ ધરાશાય થયો

સ્થાનિક લોકોની ફરિયાદ છે કે બાંધકામમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બિહારમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. વર્ષ 2022 માં, બિહારના બેગુસરાઈમાં એક નવો બંધાયેલ પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો હતો. 206 મીટર લાંબી ગાંડક નદી બ્રિજ બનાવવા માટે 13 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

આ બ્રિજ મુખ્યમંત્રી નાબાર્ડ યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રવેશ માર્ગના અભાવે તેનું ઉદ્ઘાટન થયું ન હતું. બ્રિજનું બાંધકામ 2016માં શરૂ થયું હતું અને 2017માં પૂર્ણ થયું હતું. જોકે એક્સેસ રોડના અભાવે બ્રિજ પરથી વાહનવ્યવહાર શરૂ થઈ શક્યો નથી. આ પુલ સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના અહોક ગંડક ઘાટથી આકૃતિ ટોલા ચોકી અને બિશનપુર વચ્ચે બનાવવામાં આવ્યો હતો

આ પણ  વાંચો  - મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષે કાર્યકર પાસેથી પગ ધોવડાવ્યા, BJP એ કર્યા પ્રહાર, Video Viral

આ પણ  વાંચો  - દેશનો વિકાસ ત્યારે થશે જ્યારે 3થી 4 બાળકો પેદા કરવામાં આવશે, જાણો કોણે આપ્યું આવું વિચિત્ર નિવેદન

આ પણ  વાંચો  - Mumbai માં વધુ એક લાઈવ મર્ડરની ઘટના વાયરલ, પ્રેમીએ પ્રેમિકાની રસ્તા વચ્ચે કરી ઘાતકી હત્યા…

Tags :
Advertisement

.