Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધુ એક દુર્ઘટના! પાર્ટીમાં ભોજન બાદ 40 લોકોની તબિયત લથડી, 4 ના મોત

ઉદયપુર :  રાજસ્થાનના જોધપુરમાં સગાઇની પાર્ટીમાં ભોજન કર્યા બાદ અનેક લોકોની તબિયત લથડી છે અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે સારવાર દરમિયાન 3 લોકોનાં મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર ફૂડ પોઇઝનિંગના કારણે ત્રણ લોકોનાં મોત થયા...
વધુ એક દુર્ઘટના  પાર્ટીમાં ભોજન બાદ 40 લોકોની તબિયત લથડી  4 ના મોત

ઉદયપુર : રાજસ્થાનના જોધપુરમાં સગાઇની પાર્ટીમાં ભોજન કર્યા બાદ અનેક લોકોની તબિયત લથડી છે અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે સારવાર દરમિયાન 3 લોકોનાં મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર ફૂડ પોઇઝનિંગના કારણે ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો બિમાર પડ્યા છે. રાજસ્થાન સરકારના મંત્રી બાબુલાલ ખરાડી પણ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓની મુલાકાત કરી હતી.

Advertisement

સગાઇ પાર્ટીમાં ભોજન બાદ તબિયત લથડી

રાજસ્થાનના ઉદયપુરમાં ફૂડ પોઇઝનિંગના કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. ઘનટા કોટડા વિસ્તારની છે. સગાઇની પાર્ટીમાં ભોજન બાદ ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે અને 24 થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર કોટડામાં એક સગાઇ કાર્યક્રમ દરમિયાન ખરાબ અને દૂષિત ભોજનના કારણે મોટા પ્રમાણમાં લોકોની તબિયત લથડી ગઇ હતી. ત્યાર બાદ તમામને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઇઝનિંગના કારણે બીમાર પડેલા લોકોમાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત થઇ ચુયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડી પણ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓની સાથે મુલાકાત કરી હતી. પરિવારના લોકોને આશ્વાસન પણ આપ્યું હતું.

અનેક લોકોને ગુજરાત રિફર કરવામાં આવ્યા

આ સમગ્ર મામલે પોલીસ અધિકારી અશોકે જણાવ્યું કે, આ સમગ્ર મામલો સોમવારનો છે. જ્યાં કોટડામાં સોમવારે રાત્રે એક યુવકની સગાઇનો કાર્યક્રમ હતો. પુના પારગી નામના વ્યક્તિના પુત્રની સગાઇ હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા અને ત્યાં ભોજનસમારંભ હતો. જો કે જમ્યા બાદ અનેક લોકોની તબિયત લથડવા લાગી હતી. અનેક લોકો ઉલ્ટી અને લુઝમોશનનો શિકાર બન્યા. આ મામલે ગંભીરતાને જોતા દર્દીઓને પહેલા સ્થાનિક હોસ્પિટલ અને ત્યાર બાદ ગુજરાત રિફર કરવામાં આવ્યા. તપાસમાં સામે આવ્યું કે, દુષિત ભોજનના કારણે અનેક લોકોની તબિયત લથડી હતી.

Advertisement

Tags :
Advertisement

.