મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, ગૌતમ અદાણી 24માં સ્થાને
મુકેશ અંબાણી (Mukesh Ambani) ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેની કુલ સંપત્તિ $83.4 બિલિયન છે. તે વિશ્વના અમીરોમાં 9મા સ્થાને છે. તે જ સમયે, ગૌતમ અદાણી (Gautam Adani) $ 47.2 બિલિયનની સંપત્તિ સાથે અમીરોની વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને આવી ગયા છે.
24 જાન્યુઆરી 2023ના રોજ ફોર્બ્સની 2023ની અબજોપતિઓની યાદી અનુસાર (Forbes World's Billionaires List 2023) અદાણી 24 જાન્યુઆરી, 2023ના રોજ $126 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપોને પગલે તેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો હતો.
જો કે, તેઓ મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી અમીર ભારતીય છે. આ વખતે ખાસ વાત એ છે કે આ વખતે રેકોર્ડ 169 ભારતીય અરબપતિઓ અમીરોની આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. 2022માં આ સંખ્યા 166 હતી. જો કે સંખ્યા વધવા છતાં આ અમીરોની સંપત્તિ 10 ટકા ઘટીને 675 અબજ ડોલર થઈ ગઈ છે. 2022 માં, તેમની સંપત્તિ $ 750 બિલિયન હતી. ફોર્બ્સ અનુસાર, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ગયા વર્ષે $100 બિલિયનની આવકને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. તેમનો બિઝનેસ ઓઈલ, ટેલિકોમથી લઈને રિટેલ સુધી ફેલાયેલો છે.
ટોપ-25 અમીરોની સંપત્તિમાં $200 બિલિયનનો ઘટાડો
ફોર્બ્સની વર્લ્ડ બિલિયોનેરની યાદી અનુસાર, વિશ્વના 25 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિમાં એક વર્ષમાં $200 બિલિયનનો ઘટાડો થયો છે. 2022 માં, તેમની કુલ સંપત્તિ $ 2,300 બિલિયન ($ 2.3 ટ્રિલિયન) હતી, જે હવે ઘટીને $ 2,100 બિલિયન ($ 2.1 ટ્રિલિયન) થઈ ગઈ છે.બિલ ગેટ્સ $104 બિલિયનની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને છે. માઈકલ બ્લૂમબર્ગ સાતમા, કાર્લસન સ્લિમ હેલુ આઠમા, મુકેશ અંબાણી નવમા અને સ્ટીવ બાલ્મર 10મા ક્રમે
છે. શિવ નાદર અને સાવિત્રી જિંદાલ પણ 10 સૌથી અમીર ભારતીયોમાં સામેલ- નામ સ્થાન મિલકત
- શિવ નાદર 3જો 25.6 અબજ
- સાયરસ પૂનાવાલા ચોથો $22.6 બિલિયન
- લક્ષ્મી મિત્તલ પાંચમો $17.7 બિલિયન
- સાવિત્રી જિંદાલ 6ઠ્ઠા $17.5 બિલિયન
- દિલીપ સંઘવી 7મો $15.6 બિલિયન
- રાધાકૃષ્ણ દામાણી 8મો $15.3 બિલિયન
- કુમાર મંગલમ બિરલા 9મો $14.2 બિલિયન
- ઉદય કોટક 10મો $12.9 બિલિયન