Microsoft Crowdstrike: Crowdstrike એટલે શું? જેના કારણે દુનિયાભરમાં માઈક્રોસોફ્ટ સેવાઓ થઈ ઠપ!
Microsoft Crowdstrike: Microsoft ના સર્વરમાં આવેલી ખામીને કારણે દુનિયાભરમાં અનેક વ્યવહારો ઠપ થઈ ગયા હતાં. તેના કારણે સૌથી વધુ સમસ્યા વિમાન સેવાઓમાં પડી હતી. તેના કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશના આકાશ અનેક વિમાનનો કારણે ઢંકાઈ ગયા છે. તો Microsoft ના કારણે Airlines ઉપરાંત બેંકિસ સેવાઓ અને શેરબજારમાં નુકસાન આવ્યું છે. જોકે એવું સામે આવી રહ્યું છે કે, Microsoft માં આ ખામી Crowdstrike ને કારણે આવી છે.
આ કોઈ પ્રકારની સાયબર હુમલાની ઘટના નથી
Crowdstrike અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે
Crowdstrike એટલે શું?
ત્યારે Microsoft માં Crowdstrike આવવાને કારણે દુનિયાભરના કરોડો Microsoft સિસ્ટમ પ્રભાવિત થઈ હતી. જોકે આ ખામી Crowdstrike ના એક Update ને કારણે સર્જાઈ હતી. આ ખામીને કારણે દરેક કોમ્પ્યુટર અને લેપટોપમાં Blue Screen આવી જાય છે. ત્યારે Crowdstrike ના મુખ્ય કાર્યકારી વ્યક્તિ Georhe Kurtz એ એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, Windows hosts માં આવેલા એક Update ને કારણે આ સમસ્યાનું નિર્માણ થયું છે. જોકે આ કોઈ પ્રકારની સાયબર હુમલાની ઘટના નથી.
Crowdstrike અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે
તેમણે વધુમાં જણાવ્યું કે, Windows hosts માં Crowdstrike ના Update ને કારાણે આવેલી સમસ્યાનું સમાધાન મળી આવ્યું છે. ધીમે ધીમે Microsoft દ્વારા નવા અપડેટ સાથે ગ્રાહકોને સુવિધા આપવામાં આવશે. તે ઉપરાંત જે કંપનીઓમાં Crowdstrike ને કારણે ખામી એવી, તેમણે પોતાની કંપની Crowdstrike અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.
Crowdstrike એટલે શું?
તો Crowdstrike એ સાયબર કંપની છે. તો Crowdstrike એ દુનિયાભરના મોટાભાગના કોમ્પ્યુટર અને લેપટોપ માટે Advance Cyber Security Soustion આપે છે. ત્યારે Crowdstrike માં એક મહત્વની પોડક્ટ Falcon છે. અને Falcon ને કારણે Crowdstrike માં ખામી આવી હતી. Crowdstrike પોતાના ગ્રાહકોને Cloud Based Endpoint Protection Solution ની સુવિધા આપે છે. ત્યારે Falcon માં વાયરસ આવવાની સાથે Crowdstrike પણ ખામી સર્જાઈ હતી.
આ પણ વાંચો: Microsoft Windows : મીડિયા, બેકીંગ, શેરબજાર, સુપર માર્કેટ....ઠપ્પ