Mashco Piro tribe: ના બરાબર લોકોએ જોયેલા આદિવાસી આવ્યા સામે, શહેરી માનવ પર ચિંતાની લહેર!
Mashco Piro tribe: માનવયુગની શરૂઆતમાં દરેક લોક જંગલો, પહાડો અને બરફના વિસ્તારોમાં રહીને જીવન પસાર કરતા હતાં. પરંતુ સમયપસાર થતાની સાથે આદતોમાં ફેરફાર થવા લાગ્યો હતો. ત્યારે માનવ ધીમે-ધીમે જંગલોને છોડીને એક સ્વચ્છ વિસ્તારમાં ઘર બનાવીને રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ પરિવર્તન અમુક જ માનવીઓ અપનાવ્યું હતું. જ્યારે અન્ય લોકોએ જંગલવાસી બનેની જ જીવન પસાર કરવાનું ચાલું રાખ્યું હતું.
Mashco Piro પ્રજાતિના 50 થી વધુ આદિવાસી લોકો
17 લોકો એકસાથે દરિયા કિનારે આવ્યા હતાં
ખોરાકની શોધમાં જંગલોમાંથી બહાર આવ્યા હશે
ત્યારે આ આધુનિક જમાનામાં પણ અનેક એવા જંગલો છે, જ્યાં લાખો વર્ષોથી જંગલવાસીઓ વસવાટ કરી રહ્યા છે. જોકે આ યુગના માનવીની સામે આવવા પણ તેઓ નામંજૂરી વ્યક્ત કરે છે. વિશ્વ અનેક જંગલોમાં આજે પણ વિવિધ જાતીના આદિવાસી લોકો નિવાસ કરી રહ્યા છે. ત્યારે હાલમાં પણ એક એવી આદિવાસી પ્રજાતિ Mashco Piro હાજર છે, જે શહેરી માનવીઓથી દૂર રહે છે. આજદીન સુધી આ આદિવાસીની પ્રજાતિ Mashco Piro ને ના બરાબર લોકોએ જોઈ છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે.
17 લોકો એકસાથે દરિયા કિનારે આવ્યા હતાં
Incredible new footage shows the 'uncontacted' Mashco Piro tribe on the banks of a river in remote Peru. Experts fear their home is increasingly disrupted by logging activities. #MashcoPiro #IndigenousRights #RainforestProtection #Peru pic.twitter.com/33FIRV7JUn
— Pakistani Index (@PakistaniIndex) July 17, 2024
આ વીડિયોમાં જોઈ શકાય છે, વર્ષોથી જંગલમાં જીવન પસાર કરી રહેલા આદિવાસી Mashco Piro જંગલ નજીક આવેલા દરિયા કિનારે જોવા મળ્યા હતાં. Mashco Piro દરિયા કિનારે આનંદ માણી રહ્યા હતાં. જોકે આ વીડિયો આવતાની સાથે સામાન્ય લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. તો Peruvian Amazon માં Mashco Piro પ્રજાતિના 50 થી વધુ આદિવાસી લોકો રહે છે. તેઓ ક્યારે પણ સામાન્ય માણસ કે જંગલની બહાર આવવાનું પસંદ કરતા નથી. પરંતુ તાજેતરમાં 17 લોકો એકસાથે દરિયા કિનારે આવ્યા હતાં.
ખોરાકની શોધમાં જંગલોમાંથી બહાર આવ્યા હશે
તો Human rights organizations એ ચિંતા વ્યક્તિ કરી છે કે, જંગલો કાપવાનું જો આવી જ રીતે ચાલું રાખવામાં આવ્યું, તો Mashco Piro પ્રજાતિ રસ્તા પર આવી જાશે. અને જો આવું થયું, તો શહેરી નાગરિકો અને આદિવાસી લોકો વચ્ચે ઘમાસાણ થશે. એવુ સામે આવ્યું છે કે, આ Mashco Piro લોકો ખોરાકની શોધમાં જંગલોમાંથી બહાર આવ્યા હશે. જોકે Madre de Dios પાસે આવેલા કિનારે Mashco Piro જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો: Joe Biden એ મહિલા સાથે આ શું કર્યું, પત્ની જીલનું પણ આવ્યું રિએક્શન... Video Viral