Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાંથી અપહરણકારો બે કિશોરોનું અપહરણ કરી દાહોદ લઇ ગયા, પોલીસે છોડાવી અપહરણકારોને ઝડપી લીધા

અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા  દેવગઢ બારીયા તાલુકાની પીપલોદ પોલીસે અમદાવાદના નારણપુરામાંથી અપહરણ કરેલા બે કિશોરોને અપહરણકારોના સકંજામાંથી છોડાવ્યા છે..અને ચારેય અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારોએ ત્રણ કિશોરોનું અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી અપહરણ કર્યુ હતું, જેમાંથી એક કિશોર નાસી છૂટવામાં સફળ...
અમદાવાદમાંથી અપહરણકારો બે કિશોરોનું અપહરણ કરી દાહોદ લઇ ગયા  પોલીસે છોડાવી અપહરણકારોને ઝડપી લીધા

અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા 

Advertisement

દેવગઢ બારીયા તાલુકાની પીપલોદ પોલીસે અમદાવાદના નારણપુરામાંથી અપહરણ કરેલા બે કિશોરોને અપહરણકારોના સકંજામાંથી છોડાવ્યા છે..અને ચારેય અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારોએ ત્રણ કિશોરોનું અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી અપહરણ કર્યુ હતું, જેમાંથી એક કિશોર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે બે કિશોરોને ગળા પર ચપ્પુ મુકી તેમને લઇને દાહોદ તરફ નાસી છૂ્ટયા.

Advertisement

હતા..અપહરણકારોએ આ બન્ને કિશોરો માટે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો કે તેમની ગાડી માર્ગમાં કાદવ કિચ્ચડમાં ફસાઇ ગઇ હતી.. ગ્રામજનોને શંકા જતા તેમણે ફસાયેલી ગાડી અંગની જાણ પીપલોદ પોલીસને કરી હતી. જે બાદ પીપલોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી, અને બે કિશોરો ગાડીમાં મળી આવ્યા હતા..

જ્યારે અપહરણકારો ભાગી છૂટયા હતા.. જો કે પોલીસે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગ્રામજનોની મદદથી આ અપહરણકર્તાની શોધ કરી હતી..દરમ્યાન એક અપહરણકાર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો..બાદમાં તેની પૂછપરછ કરતા અન્ય ત્રણ અપહરણકારો પણ ઝડપાઇ ગયા હતા. પીપલોદ પોલીસે ચાર અપહરણકારો સહિત બંને અપહ્યત બાળ કિશોરોને નારણપુરા પોલીસને હસ્તગત કર્યા હતા. આમ પીપલોદ પોલીસે અપહરણકર્તાઓના સકંજા માથી બે બાળ કિશોરોને છોડાવ્યા હતા

Advertisement

Tags :
Advertisement

.