Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેરળ : દક્ષિણ ભારતનું રત્ન

એક સમયે ભારતમાં  પોર્ટુગીઝ, વલંદા (ડચ), ફ્રેન્ચ વગેરે વિદેશી પ્રજાઓ વેપાર-વાણિજય અર્થે ભારતમાં આવી હતી જેમાં મુખ્યત્વે પોર્ટુગીઝ અને વલંદાઓએ વેપાર વિસ્તાર વ્યાપક કરવાના હેતુથી ભારતમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી હતી જેમાં કેરળનું કોચ્ચિ બંદર આ વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતું. આ સાથે કેટલાક ઈતિહાસકારોના મત મુજબ પોર્ટુગીઝ પ્રજા કોચ્ચિ આવી ત્યારે પોતાની સાથે બ્લેક પેપર( કાળા મરી) તà
કેરળ   દક્ષિણ ભારતનું રત્ન
એક સમયે ભારતમાં  પોર્ટુગીઝ, વલંદા (ડચ), ફ્રેન્ચ વગેરે વિદેશી પ્રજાઓ વેપાર-વાણિજય અર્થે ભારતમાં આવી હતી જેમાં મુખ્યત્વે પોર્ટુગીઝ અને વલંદાઓએ વેપાર વિસ્તાર વ્યાપક કરવાના હેતુથી ભારતમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી હતી જેમાં કેરળનું કોચ્ચિ બંદર આ વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતું. આ સાથે કેટલાક ઈતિહાસકારોના મત મુજબ પોર્ટુગીઝ પ્રજા કોચ્ચિ આવી ત્યારે પોતાની સાથે બ્લેક પેપર( કાળા મરી) તથા ચાનો પ્રથમ છોડ અહીં ભારતમાં લાવ્યા હતા. આજે આ કાળા મરીનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન માત્ર કેરળમાં થતું હોય કેરળને "Garden of spices" તરીકેની એક આગવી ઓળખ મળી છે. કેરળની મુખ્ય ભાષા મલયાલમ છે જેમાં મલયાલમ શબ્દ તરીકે કેરાં- કોકોનટ ટ્રી તથા આલમ - જમીન એટલે કે કેરળને "નારિયેળ ભૂમિ" તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ પામ્યું છે.
કેરળ પ્રાચીન ઈતિહાસ, દીર્ઘકાલીન, વ્યાપારીક સંબંધ અને વિજ્ઞાન તથા કલાની સમૃદ્ધિથી પરિપૂર્ણ રાજ્ય છે. તેના ઇતિહાસ વિશે કેટલીક પૌરાણિક કથાઓ અને મતમતાંતરો પ્રવર્તે છે પરંતુ એક સમયે ચેરા રાજવંશ કેરળમાં પ્રથમ રાજવંશ હતું. ત્યારબાદ હૈદર અલી અને ટીપુ સુલતાન દ્વારા શાસિત મૈસુર રાજવંશ હતું. જે બ્રિટિશરો સાથે ચાર નિર્ણાયક લડાઈ(યુધ્ધ) એંગ્લો- બ્રિટિશ યુધ્ધ લડાયું હતું. ત્રાવણકોર રાજ્ય કેરળનું જૂનું નામ હતું જે ૧૯૫૬ના રાજ્ય પુનઃ ગઠન અધિનિયમ હેઠળ ૧ નવે.૧૯૫૬મા ત્રાવણકોર, કોચીન, મલયાલમ રાજયોને એક કરી કેરળ રાજ્ય બનાવ્યું હતું.
 
સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કેરળ છે . તદુપરાંત અહીં સામાજિક ન્યાય, સ્વાસ્થ્ય, સ્ત્રી પુરુષ સમાનતા દર, વધુ માનવ વિકાસ સૂચકાંક (HDI) આને કાનૂન પાલન, શિક્ષા વગેરે ક્ષેત્રોમાં કેરળ પ્રમુખ સ્થાન ધરાવે છે. HDI વધુ હોવાથી એક સમયે તેને ભારતનું નોર્વે પણ કહી શકાય. સૌથી મહત્વની બાબત ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ અહીં  શિશુ મૃત્યુ દર ઓછું જોવા મળે છે જેની નોંધ યુનિસેફ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who) દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ 'વિશ્વનું પ્રથમ શિશુ સૌહાર્દ રાજય' (Baby friendly state) કહેવાય છે.હિમાચલ પ્રદેશ પછી ભારતનું બીજા ક્રમનું સૌથી ઓછું કરપ્ટેડ રાજ્ય બન્યું છે. ભારતનું પ્રથમ ડિજિટલ રાજય જેમાં અરનાકુલમ ભારતનું પ્રથમ saving   
(બચત) જિલ્લો બન્યો છે.
 
ભૌગોલિક દ્રષ્ટિથી કેરળને મુખ્ય ત્રણ પર્યટન સ્થળોમાં વહેંચી શકાય છે. (૧) મલબાર (ઉતર કેરળ) (૨) કોચ્ચિ (મધ્ય કેરળ) (૩) ત્રાવણકોર (દક્ષિણ કેરળ). કેરળ કેટલાક ચક્રવાતો સાથે આર્દ્ર ઉષ્ણકટિબંધીય વર્ષાવન જળવાયુનો અનુભવ કરતું રાજ્ય છે. તદુપરાંત ચાર ઈન્ટરનેશનલ એરપોર્ટ એકમાત્ર કેરળ પાસે છે જેમાં ૧. તિરુવનંતપુરમ ૨. કન્નોર ૩.કોઝિકોડ ૪. કોચ્ચિ જે સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાય છે. ઉપરાત સૌથી મોટું ફાઇનાન્સ અને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી હબ તરીકે ઓળખાય છે. કેરળમા થિશૂર - સાંસ્કૃતિક રાજધાની, કોઝિકોડ- મસાલાનું શહેર, કોલ્લમ-વિશ્વની કાજુ રાજધાની, વાયનાડ- ચા કોફી પવૅતીય પ્રદેશ, વેબનાડ - બેકવોટર સ્થળ, પોનાની લાઇટ હાઉસ બીચ, વરકાલા બીચ જેવા પયૅટન સ્થળો આવેલાં છે. કેરળની પ્રાથમિક વિશેષતા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ (૨૦૧૨) દ્રારા ૩૯ સ્થળોની પસંદગી કરાઈ હતી જેમાં સૌથી વધુ ૨૦ સ્થળો કેરળમાં, ૧૦ કર્ણાટકમાં, ૫ તમિલનાડુ, ૪ મહારાષ્ટ્રમાં આવેલા છે જે પૈકી કેરળનું પશ્વિમ ઘાટ- સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું એકમાત્ર Hottest biodiversity hotspots છે. કેરળની બીજી વિશેષતા ત્યાંની ચીજવસ્તુઓ ને મળેલ GI tag છે જેમાં ઝારતનુલા કન્નડ, નવરાચાવલ, કાસરગોડ સાડી,  કન્નોર હોમ ફર્નિશીંગ, નારિયેળ તેલ કે ખોલ શિલ્પ વગેરે જેવી ૧૦ વસ્તુઓને મળેલ છે. કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં ૯ ભાષામાં સમાચારપત્રો પ્રકાશિત થાય છે જે ભારતનું સૌથી મોટું મીડિયા પ્રકાશન છે.
 
કેરળની કલા સંસ્કૃતિ વર્ષો જૂની છે ત્યાંના લોકો ખૂબ ધાર્મિક અને ઉત્સવ પ્રિય પ્રજા છે જે લોકોની જીવનની છબી અહીંયા ઉજવાતા ઉત્સવોમાં જોવા મળે છે. અહીં હિન્દુ મુસ્લિમ સિવાય ઈસાઈ ધર્મની સૌથી મોટી જનસંખ્યા છે. ઓણમ કેરળનો રાજ્યોત્સવ મનાય છે. પેરિયાર નેશનલ પાર્કની નજીક આવેલ સૌથી મોટું ધાર્મિક સ્થળ  શબરીમાલા મંદિર કે જે અયયપા મંદિર તરીકે જાણીતું છે તે જોવા જેવું છે. કેરળનો ટ્રેડીશનલ ડ્રેસ- મુન્ડૂ છે જે સફેદ કોટન કાપડ સોનાની બોડૅરથી જડીત હોય છે.
 
કેરળમાં ક્રીડા સંસ્કાર કેટલીક શતાબ્દી સુધી સ્થાપિત રહી. કલરીપટટૃ કેરળની પ્રાંતિય આયુધન કલા છે.પહેલા કેરળનાં ગામોમાં ખેલકૂદ ક્રીડાનો વિશેષ સ્થાન હતું. પરંતુ આધુનિક જીવનશૈલી અને આધુનિક ખેલોથી જૂની કીડા લુપ્ત થતી ગઈ છે. પરંતુ આજે પણ પોતાની દેશી મનોરંજન ક્રીડા નૌકાવિહારનું મહત્ત્વ જાળવી રાખ્યું છે જે વિશ્વભરમાં Snack boats sports તરીકે પ્રસિદ્ધ થયું છે. શ્રી નારાયણ ગુરુ- પ્રખ્યાત સંત, ઝડપી દોડવીર પી.ટી.ઉષા, ડૉ. વર્ગીસ કુરિયન- શ્વેતક્રાંતિના પિતા, પી. કિષણ પિલ્લાઈ- સ્વાતંત્ર્ય સેનાની, અરુંધતી રોય- બુકર પ્રાઈઝ વિજેતા ૧૯૯૭  The god of small things જેવા રત્નો ભારતને કેરળ પાસેથી પ્રાપ્ત થયાં છે. કેરળની આયુર્વેદ પરંપરા અત્યંત પ્રાચીન અને સમૃદ્ધ છે. જેમાં પંચકર્મ ચિકિત્સા (પુનઃ યૌવન ચિકિત્સા) આજે વિશ્વ ભરમાં પ્રખ્યાત છે. જેનો લાભ લેવા ઘણા વિદેશી પર્યટકો દર વર્ષે કેરળમાં આવે છે આથી પર્યટન ક્ષેત્રે આયુર્વેદ પર આધારિત હેલ્થ ટુરિઝમ મોટા પાયે ઉભું થયું છે. 
પોરબંદર કોસ્ટ ગાર્ડ ડોકયાર્ડ પર મને કેરળના નેવી અધિકારી મળી ગયેલા. થોડા મહિના બાદ તેમના લગ્ન છે અને મને જવાનું આમંત્રણ છે. કેરળ ફરી ફરી વારંવાર જવાનું મન થાય એવું છે.  
(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com
Advertisement
Tags :
Advertisement

.