Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની ૨૭ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન પ્રમુખની સહકાર પેનલનો ઝળહળતો વિજય

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર  ઔધોગિક શહેર જેતપુર જેના નામથી વિશ્વ પ્રસિદ્ધ છે તેવા સાડી ઉદ્યોગ સમૂહ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની ૨૭ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં આજે વર્તમાન પ્રમુખની સહકાર પેનલનો ઝળહળતો વિજય થયો હતો.જેતપુર નગરપાલિકાના વાર્ષિક બજેટ કરતા કરતા...
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની ૨૭ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન પ્રમુખની સહકાર પેનલનો ઝળહળતો વિજય

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર 

Advertisement

ઔધોગિક શહેર જેતપુર જેના નામથી વિશ્વ પ્રસિદ્ધ છે તેવા સાડી ઉદ્યોગ સમૂહ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની ૨૭ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં આજે વર્તમાન પ્રમુખની સહકાર પેનલનો ઝળહળતો વિજય થયો હતો.જેતપુર નગરપાલિકાના વાર્ષિક બજેટ કરતા કરતા અનેકગણું વાર્ષિક ટર્નઓવર ધરાવતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના સભ્યોની કારોબારી છેલ્લા ૨૭ વર્ષથી ઇલેક્શનને બદલે સિલેક્શનથી રચાતી. એટલે કે હોદેદારોની ચૂંટણીને બદલે સર્વ સમંતી સાધી બિનહરીફ રીતે કારોબારી રચવામાં આવતી.

૨૭ વર્ષ બાદ ચૂંટણી યોજવાનો વારો આવ્યો

Advertisement

પરંતુ ચાલુ વર્ષે ગોપાલ પ્રિન્ટ નામના સાડીના કારખાનેદાર કલ્પેશ રાંક દ્વારા ઉમેદવારી ફોર્મ ભરતા ૨૭ વર્ષ બાદ ચૂંટણી યોજવાનો વારો આવ્યો હતો. અને વર્તમાન પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ ૨૧ કારોબારી સભ્યની ચૂંટણી માટે પોતાની પેનલના ૨૧ કારખાનેદારોના ફોર્મ ભરાવ્યાં અને ચૂંટણી અધિકારી દ્વારા તેમને સહકાર પેનલ નામ આપી સ્વસ્તિક ચિહ્નન અપાયું હતું.જેમાં આજે શહેરની રોટરી હોલ ખાતે મતદાન યોજાયું હતું.

Advertisement

લગભગ ૯૫ ટકા જેટલું મતદાન

સવારે આઠ વાગ્યે શરૂ થયેલ મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલ્યું હતું. જેમાં લગભગ ૯૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. અને તરત જ મતગણતરી યોજાયેલ જેમાં સહકાર પેનલના તમામ ૨૧ ઉમેદવારનો ભવ્ય વિજય થતા આગામી ત્રણ વર્ષ માટે એસોસિએશનના પ્રમુખપદે ફરીથી જેન્તીભાઈ રામોલિયા બિરાજમાન થશે.

Tags :
Advertisement

.