Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિલીઝના 10 દિવસમાંજ ‘જવાન’ 800 કરોડના ક્લબમાં શામેલ થવાની નજીક, રેડ ચીલી એન્ટરટેઇનમેન્ટે સો.મીડિયામાં આપી માહિતી

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હવે આ ફિલ્મ 800 કરોડના ક્લબમાં...
રિલીઝના 10 દિવસમાંજ ‘જવાન’ 800 કરોડના ક્લબમાં શામેલ થવાની નજીક   રેડ ચીલી એન્ટરટેઇનમેન્ટે સો મીડિયામાં આપી માહિતી

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હવે આ ફિલ્મ 800 કરોડના ક્લબમાં સામેલ થવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.

Advertisement

શાહરૂખ ખાનની ફિલ્મે વિશ્વભરમાં 797.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ માહિતી ફિલ્મના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ દ્વારા આપી છે.

Advertisement

‘જવાન’ ભારતમાં 500 કરોડ રૂપિયાની ખૂબ નજીક પહોંચી

Sacknilk અનુસાર, 'જવાન'એ 11માં દિવસે 34.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મ રિલીઝના 12માં દિવસે 14 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જો જવાન 12માં દિવસે 14 કરોડ રૂપિયાની કમાણી કરે છે તો તે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન હશે.

Advertisement

આ ફિલ્મમાં એક પિતા અને પુત્રની વાર્તા છે

'જવાન'ની વાત કરીએ તો આ ફિલ્મ એક પિતા અને પુત્રની વાર્તા છે. ફિલ્મમાં રાજકીય અને સામાજિક પાસાઓ બતાવવામાં આવ્યા છે. એટલા કુમાર દ્વારા નિર્દેશિત 'જવાન'ની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો, ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનથારા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. શાહરૂખ ખાન અને નયનથારા પહેલીવાર 'જવાન' દ્વારા સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા છે. ફિલ્મમાં પ્રિયમણી, રિદ્ધિ ડોગરા, લહર ખાન અને સાન્યા મલ્હોત્રાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ સિવાય વિજય સેતુપતિ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળે છે.

Tags :
Advertisement

.