Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આનું નામ પરિવર્તન-અમેરિકાને ભારતની જરૂર છે, ટેબલ ટર્ન કરવાની વડાપ્રધાન મોદીની આવડત કાબિલ-એ-દાદ છે

અહેવાલઃ કનુ જાની, અમદાવાદ ભારત આજે વિશ્વના આગેવાન રાષ્ટ્રોની હરોળમાં  2014થી ભારત કોઈનું મોહતાજ નથી,કોઈનું દુશ્મન નથી.ભારત પોતાના પગ પર ઊભા રહીને જગતના આગેવાન રાષ્ટ્રોની હરોળમાં મૂકાઈ ગયું છે. ચીન સાથે ખુલ્લેઆમ દુશ્મનાવટ જાહેર કર્યા વિના ચીનનો સામનો કરવો,અમેરિકા સાથે...
03:48 PM Jun 30, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કનુ જાની, અમદાવાદ

ભારત આજે વિશ્વના આગેવાન રાષ્ટ્રોની હરોળમાં 

2014થી ભારત કોઈનું મોહતાજ નથી,કોઈનું દુશ્મન નથી.ભારત પોતાના પગ પર ઊભા રહીને જગતના આગેવાન રાષ્ટ્રોની હરોળમાં મૂકાઈ ગયું છે. ચીન સાથે ખુલ્લેઆમ દુશ્મનાવટ જાહેર કર્યા વિના ચીનનો સામનો કરવો,અમેરિકા સાથે ગાઢ મૈત્રી કરવી,આરબ દેશોને નારાજ કર્યા વિના ઈઝરાયેલ સાથે મિત્રતા રાખવી-આવી આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી દુનિયાએ ક્યારેય જોઈ નથી જે નરેંદ્ર મોદીના શાસનકાળમાં જોવા મળે છે.

મુખ્યમંત્રી હતા ત્યારેજ પોતાની વિદેશનીતિની સુઝનો પરિચય વિશ્વને આપી દીધેલો 

વાત કરીએ એ પહેલાં ઇ.સ.2006માં પાછા જઇયે..સામાન્યત: મુખ્યમંત્રીઓને વિદેશનીતિ નક્કી કરવાની હોતી નથી. 2006 નવેમ્બરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છ દિવસની ચીનની સત્તાવાર મુલાકાતે ગયા સાથે 35 જેટલા ઉદ્યોગપતિઓ અને ટોચના બ્યુરોક્રેટ્સ હતા. ચીનને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા અનેક પ્રોત્સાહનો સાથે આમંત્રણ આપ્યું. એમાં સફળતા પણ મળી. ગુજરાત પરત આવીને પત્રકાર પરિષદમાં એમણે કહેલું: હું ઇચ્છું છુ કે ગુજરાત ચીન સાથે સ્પર્ધા કરે. આ તો હતો નરેન્દ્ર મોદીની વિદેશનીતિની સૂઝનો વિશ્વને પહેલો પરિચય.

અમેરિકામાં વડાપ્રધાન મોદીને મળેલું માન-સમ્માન ન ભૂતો- ન  ભવિષ્યતિ 

અમેરિકા વિશ્વની મહાસત્તા ગણાય ત્યાં તો દુનિયાભરના દેશોના વડાઓ અવારનવાર મુલાકાતે જતાં જ હોય છે.દરેકને પ્રોટોકોલ મુજબ યથાયોગ્ય સન્માન મળતું હોય છે. પણ આ વખતે ભારત વડાપ્રધાન મોદીને અમેરિકાએ જે રીતે આવકર્યા-સન્માન્યા એ ઐતિહાસિક ઘટના બની રહી. અમેરિકાની જોઇન્ટ કોંગ્રેસને વડાપ્રધાન મોદીએ સંબોધી. એ સંસદમાં પ્રવેશ્યા ત્યારે સેનેટરો મોદી સાથે હાથ મેળવવા ટોળે વળેલા.વાંક દેખાઓને કહેવા દો કે-એ સેનેટર્સ ભારતના નહોતા-અમેરિકાના જનપ્રતિનિધિઓ હતા.મોદીજીના સંબોધન વખતે પંદર પંદર વખત સેનેટરોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને 'મોદી મોદી'ના નારા લગાવ્યા. આ કોઈ ડિપ્લોમસી નહોતી-સેનેટરોનો ઉમળકો હતો.,અમેરિકન Regimeની Undesrstanding હતી. એ જોતાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ભારત ખરેખર વિશ્વગુરુ બની ગયું છે. અમેરિકા જાણી ગયું છે કે આરબો સાથે,ચીન સાથે,ઇઝરાઈલ સાથે અને રશિયા સાથે ભારતના ગાઢ સંબંધો છે અને તેમને કોઈ સમજાવી શકે એવું કોઈ હોય તો ભારત જ છે.

વડાપ્રધાન મોદીએ એમના વિદેશપ્રવાસના શ્રીગણેશ ભૂતાનની મૂલાકાતથી કર્યા હતા
અમેરિકાએ મોદીની વિદેશનીતિ જોઈ.મોદીએ પાકિસ્તાનની આડોડાઈને કારણે Most favoured nationનો દરજ્જો પાછો ખેંચી લીધો. રુસ અને અમેરિકાના બંને desho સાથે ગાઢ સંબંધો-જે મોદીની ચાણક્ય નીતિ છે. 2014 મે માં શપથગ્રહણ સમારોહમાં જ આ ગુજરાતીએ અણસાર આપી દીધેલો: પાકિસ્તાન સહિત દરેક પડોશી દેશોને આમંત્રણ આપેલું. જેનાથી પાડોશી દેશો સાથે દ્વિપક્ષીય ભાગીદારી વધી. નોંધપાત્ર વાત એ છે કે વડાપ્રધાન મોદીએ એમના વિદેશપ્રવાસના શ્રીગણેશ ભૂતાનની મૂલાકાતથી કર્યા હતા .

 

એટલુંજ નહીં,34 વરસ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની UAE મુલાકાત થઈ. મોંગોલિયા જનાર નરેંદ્ર મોદી પહેલા વડાપ્રધાન બન્યા. દશકોથી અટવાયેલો બાંગલાદેશ સીમા વિવાદ ઉકેલાયો. રશિયા અને અમેરિકા સાથેના સંબંધો વિદેશનીતિની જટિલતા પાર કરી સમતુલા બનાવવી અઘરી તો ય શક્ય બનાવી.

ચીન સાથેના સંબંધોમાં કડવાશ ઓછી થઇ 
શરૂઆતમાં પાડોશી દેશો સાથે,અમેરિકા,જાપાન,રશિયા,ઓસ્ટ્રેલીયા જેવા દેશો સાથે ચતુષ્કોણિય સંબંધો સુધારવાની કોશિશ થઈ જેની અસર ચીન-ભારત સંબંધો પર થઈ અને સ્ંબંધોમાં કડવાશ ઓછી થઈ. લુચ્ચા શિયાળ જેવુ ચીન ભારત સામે લાળી કરતું બંધ થઈ ગયું.પાકિસ્તાનને બીજા દેશોથી અલગ પાડી દીધું તો બીજી બાજુ ફિલિસ્તાન અને ઇઝરાઈલ સાથે સંબંધો મજબૂત બનાવ્યા. ટૂંકમાં ચાણક્યની એવી ચાલ ચાલ્યા કે કોઈ એક દેશ સાથે સંબંધો મજબૂત બનાવવા જતાં બીજા કોઈ દેશ સાથેના સંબંધોમાં તિરાડ પડી નથી.

મુસ્લીમ દેશોમાં બંધાઇ રહ્યા છે ભવ્ય હિન્દુ મંદિરો 

આરબ ઈસ્લામિક દેશોમાં કોઈ ભારતીય જાય અને તેના સામાનમાંથી દેવિદેવતાના ફોટા મળે તો જપ્ત થઈ જતા. એ જ મુસ્લિમ દેશોમાં ભવ્ય હિન્દુ મંદિરો બંધાઈ રહ્યાં છે એ વાત નાનીસૂની નથી.  માર્ચ 2019માં ઓર્ગેનાઇજેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની કોન્ફરન્સમાં ભારતને નિમંત્રણ મળે એની તો કોઈ કલ્પના પણ કોણ કરી શકે.એમાં ભારતના પ્રતિનિધિ સુષ્મા સ્વરાજની જે આવભગત થઈ અને સુષમાજીએ કોન્ફરન્સમાં જે સંબોધન કર્યું એનાથી પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયેલું. અરેબિક દેશોના ભારત તરફના વલણમાં આ નોંધપાત્ર ફેરફાર માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીની વિદેશનીતિથી જ આવ્યો.

નવેક વરસમાં આરબ દેશો સાથે ગાઢ સંબંધ બનાવ્યા

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે Look East Policy અને Act East Policy એ સંબંધોમાં સંજીવનીનું કામ કર્યું. આફ્રિકાના નાના અને ગરીબ દેશોમાં ભારતે પોતાની હાજરી કોઈને કોઈ સહાયના સ્વરૂપે નોંધાવી જે આફ્રિકન દેશોના ભારત પ્રત્યેના વલણને સમૂળું બદલવાનું પરિબળ બની ગયું. રવાંડા અને યુગાંડાની વડાપ્રધાનની મુલાકાત સૂચક હતી. રવાંડા જનાર પહેલા ભારતીય વડાપ્રધાન મોદી બન્યા. પશ્ચિમ એશિયાઈ દેશો સાથેના સંબંધો પણ સુધરી રહ્યા છે. છેલ્લા ત્રિસેક વરસમાં અમેરિકાએ Geo stratagicalyમાં જોઈ લીધું કે ચીન જેવા દેશ સહિત કોઈ તલમાં તેલ નથી રહ્યું. ભારત એક માત્ર એવો દેશ છે જેણે છેલા નવેક વરસમાં આરબ દેશો સાથે ગાઢ સંબંધ બનાવ્યા છે.ભારત અમેરિકના સંયુક્ત સ્ટેટમેન્ટમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઊડે એ વડાપ્રધાન નરેંદ્ર મોદીની વિદેશ નીતિની સફળતા છે. પાકિસ્તાન અકળાયું.ભારત વિરુધ્ધ બફાટ કર્યો અને એ અપેક્ષિત જ હતો.

આ કરારોમાં માત્ર ભારતની ગરજ સરતી નથી અમેરિકાનું પણ હિત છે

AIમાં અને યુધ્ધ સરંજામમાં ટેકનિકલી ચીન કરતાંય અમેરિકા આગળ છે અને એ ટેકનૉલોજિ ભારતને આપવા તૈયાર થાય અને આર્ટિફિશ્યલ ઇંટેલિજન્સ અને ન્યુક્લિયર ડીલ ભારત સાથે કરે અને માઈક્રોન જેવી મોટી કંપની તાત્કાલિક ધોરણે ભારતમાં માઇક્રો ચિપ્સનું ઉત્પાદન કરવા કાર્યરત થાય એ નાનીસુની સફળતા નથી.અલબત્ત,આનાથી ભારત અમેરિકાના હાથની કઠપૂતળી બની જાય એમ પણ નથી.મોદીને અમેરિકા ઓળખી ગયું છે. આ કરારોમાં માત્ર ભારતની ગરજ સરતી નથી અમેરિકાનું પણ હિત છે.

નહેરુજી ડાબેરી વિચારસરણી તરફ ઢળેલા હતા.ચીન અને રશિયા એમને વ્હાલાં હતા

અમેરિકા જાણે છે કે ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા છે અને ટૂંક સમયમાં એ ત્રીજા સ્થાને આવશે એની ય એને ખાતરી છે.આઝાદી મળી ત્યારથી શરૂઆતમાં જ વિદેશનીતિ એકપક્ષીય હતી. નહેરુજી ડાબેરી વિચારસરણી તરફ ઢળેલા હતા.ચીન અને રશિયા એમને વ્હાલાં હતા. પહેલી જ ભૂલ કાશ્મીર મુદ્દો યુનોમાં પધરાવ્યો, 1954માં ચીનને કોમ્યુનિસ્ટ કન્ટ્રી તરીકે ઉતાવળમાં માન્યતા આપી દેવી એ અપરિપક્વ રાજનીતિ હતી-1950 ચીને તિબેટ પર કબ્જો કર્યો ત્યારેય,ઊલટાનું 1954માં પંચશીલ કરાર કર્યો અને આપણે હરખપદુડા(Euphorian) થઈ હિન્દી-ચીની ભાઈ-ભાઈ કર્યુ. નહેરુજીની આ નીતિ સામ્યવાદી ચીનમાં મેલડી માનું નંદિર બનાવવા જેવી વાત હતી. 1959 રિયાલિજમ આવ્યું-યથાર્થવાદ. રાષ્ટ્રહિતનું રૂપકડું નામ અપાયું. 1959માં દલાઇલમાને દેશમાં શરણ આપ્યું.

ત્ર દાયકામાં એક પણ ભારતીય વડાપ્રધાને શ્રીલંકા જવાની હીમત નહોતી કરી

વિદેશનીતિમાં સ્વમાન ઉમેરાયું શાસ્ત્રીજીથી. USAની વિએટનામ બાબતે ટીકા કરી. ઇન્દિરાજીએ 1971માં નેશનલ ઇન્ટરેસ્ટ ધ્યાનમાં રાખ્યો. 1991 માં વિદેશનીતિ Economic Pragmatism (આર્થિક વ્યવહારુ) વાળી બની.મોદી ગુજરાતનાં મુખ્યપ્રધાન હતા ત્યારથી જ એ એમની વિદેશનીતિ માટે સ્પષ્ટ હતા.છેલ્લા ત્રણ દાયકામાં એક પણ ભારતીય વડાપ્રધાને શ્રીલંકા જવાની હીમત નહોતી કરી. ભારત ટચૂકડા પાડોશી દેશોને ભરપૂર મદદ કરતું રહ્યું. છ્તાં એ ટચૂકડા પ્રદેશો મહાસત્તાઓની ચડામણીએ ભારતને ગણકારતા નહીં એટલી જ નહીં ભારતનું અપમાન કરતાં એ વર્ષોમાં મોદીની આ પહેલની નોંધ જગત આખાએ લેવી પડી. નેપાળ જેવા નાના દેશે ધરતીકંપ વખતે ભારતે મોકલેલી મદદ ઠુકરાવી દીધેલી.

અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોમાં નવો વળાંક આવ્યો

2015માં મોદી ભારતના વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા. અત્યાર સુધી જેટલા વડાપ્રધાન અમેરિકા ગયેલ એ બધા અમેરિકાથી એટલા બધા પ્રભાવિત રહેતા કે એમનો કોઈ અવાજ નહોતો નીકળતો. ..પણ વડાપ્રધાન મોદીએ તો 'હું કાર' ભર્યો . અમેરિકાએ મોદીની નોંધ લેવી પડી. આ મુલાકાતમાં મોદીજીએ ઓબામાને ભારતના ગણતંત્ર દિવસે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું અને ઓબામાજી ભારત આવ્યા ય ખરા. વાત નાની લાગે એવી છે પણ અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોમાં નવો વળાંક આવ્યો.

ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો

એક જમાનામાં હિંદીચીની ભાઈભાઈ ના નારા લગાવી ભારત ચીનને ભાઈબાપા કરતું હતું.રશિયા ભારતની વિદેશનીતિ નક્કી કરતું.પાકિસ્તાન અરબ દેશોની મદદ લઈ ભારતને સળી કરવાનો કોઇ મોકો નહોતું છોડતું. હવે ગયો એ જમાનો....ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો છે...આ યુગ છે ભારતની નવી વિદેશનીતિનો....... આ યુગ છે દીર્ઘદ્રષ્ટા યુગપુરુષના શાસનનો...

Tags :
AmericaIndiamodiParivartanPraiseworthyPrime Ministertables
Next Article