Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'મુસ્લિમ દેશો ઇઝરાયેલ સાથેનો કારોબાર બિલકુલ બંધ કરી દે, ઇઝરાયેલના રાજદૂતોને કાઢી મૂકે' ઇરાને કરી અપીલ

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાને મુસ્લિમ દેશોના સંગઠન OICની બેઠકમાં તમામ સભ્ય દેશોને ઈઝરાયેલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે. ઈરાને કહ્યું છે કે સંગઠનના તમામ સભ્ય દેશોએ ઈઝરાયેલ સાથે તેલ સહિત અન્ય તમામ...
05:43 PM Oct 18, 2023 IST | Vishal Dave

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાને મુસ્લિમ દેશોના સંગઠન OICની બેઠકમાં તમામ સભ્ય દેશોને ઈઝરાયેલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે. ઈરાને કહ્યું છે કે સંગઠનના તમામ સભ્ય દેશોએ ઈઝરાયેલ સાથે તેલ સહિત અન્ય તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમજ ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા સભ્ય દેશોએ ઈઝરાયેલના રાજદૂતોને બરતરફ કરવા જોઈએ.

OICની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી

મંગળવારે ગાઝાની એક હોસ્પિટલમાં વિસ્ફોટના કારણે મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે.. આ અંગે ચર્ચા કરવા માટે બુધવારે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં OICની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ આ બેઠકમાં હાજરી આપી અને ઈઝરાયેલ પર પ્રતિબંધ લાદવાની અપીલ કરી.

ઈઝરાયેલ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરવી જોઈએ તેવી માંગ કરી 

ઈરાનના વિદેશ મંત્રીએ બેઠકમાં કહ્યું કે તમામ મુસ્લિમ દેશોએ તાત્કાલિક અસરથી ઈઝરાયેલ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરવી જોઈએ, જેમાં તેલથી લઈને અન્ય તમામ વસ્તુઓ સામેલ હશે. તેમજ ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા મુસ્લિમ દેશોએ તેમના ત્યાંના ઈઝરાયેલના રાજદૂતોને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું કે ગાઝામાં ઈઝરાયેલ દ્વારા આચરવામાં આવેલા સંભવિત યુદ્ધ અપરાધોના દસ્તાવેજ માટે ઈસ્લામિક વકીલોની એક ટીમ પણ બનાવવી જોઈએ.

ગાઝા હોસ્પિટલમાં થયેલા બ્લાસ્ટમાં 500થી વધુ લોકોના મોત થયા હતા

મંગળવારે સાંજે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 500 થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. જોકે, ઈઝરાયેલ આ વિસ્ફોટ પાછળ તેની ભૂમિકા જાહેર કરી રહ્યું નથી. ઈઝરાયેલનો દાવો છે કે આ વિસ્ફોટ હમાસના રોકેટના કારણે થયો હતો, જે તેની દિશા ગુમાવી હોસ્પિટલ પર પડ્યુ હતું.. દુઃખની વાત એ છે કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા તમામ લોકોએ યુદ્ધથી બચવા માટે ત્યાં આશરો લીધો હતો.

'OIC ગાઝામાં હોસ્પિટલ હુમલાની સખત નિંદા કરે છે'

બેઠક બાદ OIC દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલાની સખત નિંદા કરવામાં આવી છે. OIC વતી, તેને સંગઠિત રાજ્ય આતંકવાદ અને યુદ્ધ અપરાધનો મામલો ગણાવ્યો છે. OIC તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 57 સભ્ય દેશોએ ઈઝરાયેલને પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ ગુનાઓ, આતંકવાદી અને ખતરનાક હુમલા માટે જવાબદાર ગણાવ્યું છે. આ માત્ર માનવીય મૂલ્યોની વિરુદ્ધ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પણ ઉલ્લંઘન છે. સાથે જ ઓઆઈસીએ આંતરરાષ્ટ્રીય સમુદાય અને યુએન સુરક્ષા પરિષદને ગાઝામાં ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલાને રોકવા માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

ઈઝરાયેલને ઈરાન અને તુર્કી તરફથી સતત ધમકીઓ મળી રહી છે

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધથી ઈરાન અને તુર્કી સંપૂર્ણપણે પરેશાન છે. આ બંને દેશો આ યુદ્ધમાં પેલેસ્ટાઈનની સતત વકીલાત કરી રહ્યા છે. તેઓ ઈઝરાયેલને ધમકી પણ આપી રહ્યા છે કે જો ગાઝામાં તબાહી બંધ નહીં કરવામાં આવે તો આ યુદ્ધ બીજા અનેક મોરચે શરૂ થઈ જશે.

ઈરાન પર હમાસને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ 7 ઓકટોબરના રોજ શરૂ થયો.. હતો. પહેલો હુમલો હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઈઝરાયેલ દ્વારા જવાબી કાર્યવાહીમાં હુમલા શરૂ કરવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં ઘાયલ લોકો જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છે.

Tags :
appealsBusinessexpeliranIsraelIsraeli ambassadorsMuslim countriesstop
Next Article