Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાઈવ કોન્સર્ટમાં અમેરિકન સિંગર Cardi B એ ફેન્સને કેમ માર્યું માઈક ? Video

હોલિવૂડની લોકપ્રિય રેપર બેલ્કિસ માર્લેનિસ અલમંઝર ઉર્ફે Cardi B નો તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે એક ફેન્સ પર માઈક દ્વારા હુમલો કરતી જોવા મળી રહી છે. જોકે, વીડિયોમાં જોઇ શકાય છે...
લાઈવ કોન્સર્ટમાં અમેરિકન સિંગર cardi b એ ફેન્સને કેમ માર્યું માઈક   video
Advertisement

હોલિવૂડની લોકપ્રિય રેપર બેલ્કિસ માર્લેનિસ અલમંઝર ઉર્ફે Cardi B નો તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે એક ફેન્સ પર માઈક દ્વારા હુમલો કરતી જોવા મળી રહી છે. જોકે, વીડિયોમાં જોઇ શકાય છે કે, કાર્ડીને તેના ફેન તરફથી પહેલા હેરાન કરવામાં આવી હતી. કાર્ડી-બીના આ વીડિયોની હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઇ રહી છે જે ટ્રેન્ડ પણ કરી રહ્યો છે.

લાઈવ કોન્સર્ટમાં કાર્ડી બીને આવ્યો ગુસ્સો

Advertisement

છેલ્લા ઘણા દિવસોમાં આપણે ઈન્ટરનેટ પર એક કરતા વધુ લડાઈના વીડિયો જોયા છે. પરંતુ હાલ માટે, અમે તમને એક ગાયક અને તેના ચાહક વચ્ચેનો ઝઘડ બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો સિંગર કાર્ડી બીના શોનો છે. આ વીડિયોમાં તમે જોશો કે કોન્સર્ટ દરમિયાન એક ફેન તેના પર ડ્રિંક ફેંકે છે. કાર્ડીને તેનું આ કૃત્ય બિલકુલ પસંદ ન આવ્યું અને ગુસ્સામાં આવીને કાર્ડીએ તુરંત જ સ્થળ પર જ બદલો લીધો. કાર્ડીએ તેનું માઈક ફેંકીને જડબાતોડ જવાબ આપ્યો. કાર્ડીએ ગુસ્સામાં તેની તરફ માઈક ફેંકતાની સાથે જ સિક્યોરિટી ટીમે તુરંત જ તે માણસને બહાર કાઢ્યો. આ સમગ્ર ઘટના અન્ય દર્શકોએ તેમના કેમેરામાં કેદ કરી લીધી હતી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. વીડિયોમાં કાર્ડી સુંદર નારંગી ડ્રેસમાં જોવા મળી રહી છે. બધુ બરાબર હતું પરંતુ ચાહકના કૃત્યથી આખો મૂડ બગડી ગયો. આ સમગ્ર ઘટના શનિવારની છે.

Advertisement

યુઝર્સે પણ આપી પ્રતિક્રિયા

અહેવાલો અનુસાર, કાર્ડી-બી ચાહકો માટે બોડક યલો ગીત રજૂ કરી રહી હતી. દરમિયાન ઓડિયન્સમાં બેઠેલા એક વ્યક્તિએ રેપર સાથે આ કૃત્ય કર્યું હતું. કાર્ડીએ રોકાયા વિના તેની તરફ માઈક ફેંકી દીધું. અમેરિકન સિંગર આ કૃત્યથી ખૂબ નારાજ છે. 2015 માં, કાર્ડી બીએ રિયાલિટી શો 'લવ એન્ડ હિપ હોપ: ન્યૂયોર્ક 6' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું, જો કાર્ડીએ સંગીતમાં રસ ન લીધો હોત, તો તે ડોજબોલની લેબ્રોન હોત. એક યૂઝરે કહ્યું, “અમે તેનું એ થાકેલું ગીત દરેક સમયે સાંભળીને થાકી ગયા છીએ. એકે લખ્યું, ઠીક છે, આ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ. એકે લખ્યું, હું કાર્ડીને દોષ નથી આપતો... ચાહકો આ દિવસોમાં ખૂબ વધારે હક જમાવી રહ્યા છે.

અગાઉ HarryStyles સાથે પણ થયું છે કઇંક આવું

અગાઉ, હેરી સ્ટાઈલ… જે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું નામ છે. તે ત્યારે સમાચારમાં આવ્યા જ્યારે ગાયકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં લાઇવ કોન્સર્ટ દરમિયાન તેની આંખ પર ઉડતી વસ્તુ જોવા મળી હતી. તેમના ચાહકોએ ટ્વિટર પર આ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વીડિયો શેર કરતાં તેના એક પ્રશંસકે લખ્યું કે, "#HarryStyles પર પણ કોઈએ પર્ફોર્મ દરમિયાન કંઈક ફેંકીને કર્યું હતું." એક ચાહકે લખ્યું, "શું ચાહકો પણ તેમના આઈડલને પ્રેમ કરે છે?" એકે લખ્યું, આ શું છે? આને રોકવાની જરૂર છે. સંગીત સમારોહમાં ફૂલો, રમકડાં અને કપડાં ફેંકવાનું શું થયું? એકે કહ્યું, તેની સાથે આવું ઘણી વખત બન્યું છે..એક ચાહકે લખ્યું, “હેરી સાથે દર વખતે આવું થાય છે…તે એક દિવસ ઘાયલ થશે. જે પણ આવું કરે છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ પણ વાંચો - OMG!, Japan માં શખ્સને કૂતરો બનાવાનો જાગ્યો જબરો શોખ, હવે ગાળામાં પટ્ટો બાંધીને ફરે છે… Video

આ પણ વાંચો - જુલાઇ 2023 સમગ્ર વિશ્વનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહીનો , ક્યાંક અસહ્ય ગરમી, તો ક્યાંક જંગલોમાં આગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×