Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું છે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો વિવાદ? જાણો હમાસના આતંક અને સરહદ પારની લડાઈની કહાણી

હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંકવામાં આવ્યા હતા. આ હુમલાને પગલે જ ઈઝરાયલમાં ચારેકોર હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ ઈઝરાયલી ગુસ્સામાં સીધો બદલો લેતાં ગાઝા પટ્ટીમાં...
શું  છે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો વિવાદ  જાણો હમાસના આતંક અને સરહદ પારની લડાઈની કહાણી

હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંકવામાં આવ્યા હતા. આ હુમલાને પગલે જ ઈઝરાયલમાં ચારેકોર હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ ઈઝરાયલી ગુસ્સામાં સીધો બદલો લેતાં ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવતાં અંધાધૂંધ એરસ્ટ્રાઈક કરી દીધી હતી. જોકે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો વિવાદ નવો નથી. સૌ પ્રથમ આપણે તેના ભૌગોલિક સ્થાન વિશે સમજીએ....

Advertisement

7 વર્ષ બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ફરી વિવાદ વકર્યો છે. સતત થઇ રહેલી ગોળીબારી અને હવાઈ હુમલાઓ દ્વારા ફરી બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ થયું હોય. 2021માં પણ બંને વચ્ચે યુદ્ધ થયું હતું. આ ઉપરાંત બંને દેશ વચ્ચે વર્ષ 2014માં પણ 50 દિવસીય યુદ્ધ ચાલ્યું હતું. તો આખરે ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે એવો શું વિવાદ છે કે જેના કારણે આ વખતે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે અથડામણ થઈ છે. બે દેશો ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષની વાર્તા શરૂ કરતા પહેલા આપણે આ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ જોવી વધારે જરૂરી છે.

Advertisement

શું છે વિવાદ?

Advertisement

સામાન્યરીતે ઇઝરાયેલ પ્રમાણમાં નાનો યહૂદી દેશ છે. ઈઝરાયેલની ઉત્તરે લેબનોન, દક્ષિણમાં ઈજીપ્ત, જોર્ડન અને સીરિયા ઈઝરાયેલના પૂર્વમાં સ્થિત છે. જે વેસ્ટ બેંક તરીકે ઓળખાય છે. જ્યારે ઈઝરાયેલના પશ્ચિમ ભાગમાં ખૂબ જ પ્રખ્યાત 'મેડિટેરેનિયન સી' આવેલો છે. તેમજ દક્ષિણ પશ્ચિમે ગાઝા સ્ટ્રીપ આવેલી છે. વેસ્ટ બેંક અને ગાઝા સ્ટ્રીપને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. જોકે હાલની સ્થિતિ જોતા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો વિવાદ નવો નથી. સૌ પ્રથમ આપણે તેના ભૌગોલિક સ્થાન વિશે સમજીએ. વાસ્તવમાં, ઇઝરાયેલના પૂર્વ અને દક્ષિણપશ્ચિમ ભાગોમાં બે અલગ અલગ પ્રદેશો અસ્તિત્વ ધરાવે છે. પૂર્વ ભાગમાં પશ્ચિમ કાંઠો છે અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક પટ્ટી છે, જે ગાઝા પટ્ટી તરીકે ઓળખાય છે. માત્ર વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટીને પેલેસ્ટાઈન ગણવામાં આવે છે. જો કે, વેસ્ટ બેંક પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટી દ્વારા સંચાલિત છે અને ગાઝા પટ્ટી ઇઝરાયેલ વિરોધી ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા નિયંત્રિત છે.

બંને પક્ષો વચ્ચે તાજેતરના વિવાદો

બે દેશો ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો હિંસક વિવાદ વર્ષ 2021માં ફરી શરૂ થયો, જ્યારે ઇઝરાયલી સૈનિકોએ પૂર્વ જેરૂસલેમમાં 'હરમ અલ શરીફ' નામની જગ્યા પર સ્થિત 'અલ અક્સા મસ્જિદ' પર હુમલો કર્યો. અલ અક્સા મસ્જિદ મક્કા અને મદીના પછી મુસ્લિમો માટે વિશ્વનું ત્રીજું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી આ ઘટનાના વિરોધમાં હમાસ નામના આતંકવાદી સંગઠને ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલા કરવામાં આવ્યા. દરમિયાન, એ પણ નોંધનીય છે કે 2016 માં યુનેસ્કોએ અલ અક્સા મસ્જિદ પર યહૂદીઓના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે અલ અક્સા મસ્જિદ પર યહૂદીઓના કોઈપણ ધાર્મિક તત્વના પુરાવા મળ્યા નથી, તેથી આ યહૂદીઓનો કોઈ અધિકાર નથી.

હમાસ ઈઝરાયેલને દેશ માનતો નથી

ઇઝરાયલના વડાપ્રધાન ભલે કહેતા હોય કે અમે યુદ્ધમાં છીએ અને હમાસને પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે, પરંતુ હમાસને જરાય પરવા નથી અને તે સતત ગોળીબાર કરી રહ્યું છે. વાસ્તવમાં, હમાસ ઇઝરાયેલને એક દેશ તરીકે જોતું નથી અને તેને નિશાન બનાવે છે, જ્યારે ઇઝરાયેલ અને અમેરિકા હમાસને ઉગ્રવાદી સંગઠન માને છે. તેઓ હમાસનો નષ્ટ કરવાની વિચારધારા રાખે છે.

નવો દેશ બનાવવાની શરુઆતની સ્થિતિ

પેલેસ્ટાઈન એ આરબ અને બહુમતી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જ્યાં વસ્તી આશરે 2 મિલિયન છે. વર્ષ 1947 પછી, યુનાઇટેડ નેશન્સે પેલેસ્ટાઇનને યહૂદી અને આરબ રાજ્યોમાં વિભાજીત કરવા માટે મતદાન કર્યું, ત્યારબાદ 6 માર્ચ, 1948 ના રોજ આરબો અને યહૂદીઓ વચ્ચે પ્રથમ સંઘર્ષ થયો અને ત્યારથી આજદિન સુધી પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ વિવાદ 100 વર્ષથી વધુ જૂનો છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઓટ્ટોમન સામ્રાજ્યને હરાવીને, બ્રિટને પશ્ચિમ એશિયાના આ ભાગ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું, જે પેલેસ્ટાઈન તરીકે ઓળખાય છે. આ તે સમયગાળો હતો જ્યારે ઈઝરાયેલની સ્થાપના થઈ ન હતી અને વેસ્ટ લેન્ડથી ગાઝા પટ્ટી સુધીનો વિસ્તાર પેલેસ્ટાઈનનો ભાગ હતો. યહૂદીઓ અને આરબો અહીં રહેતા હતા.

આ  પણ  વાંચો-ISRAEL ATTACK : ઈઝરાયેલમાં હવાઈ હુમલમાં મોટું નુકસાન, 300 થી વધુ લોકોના મોત

Tags :
Advertisement

.