Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video : United airlines flightનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ

Viral Video: યુનાઈટેડ એરલાઈન્સમાં (United airlines flight) એક દુર્ઘટના સામે આવી છે જેમાં સાન ફ્રાન્સિસ્કોથી (San Francisco)જાપાન જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવું પડ્યું હતું. ટેકઓફ દરમિયાન પ્લેનનું ટાયર નીકળી જવાને કારણે આ આ...
viral video   united airlines flightનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ
Advertisement

Viral Video: યુનાઈટેડ એરલાઈન્સમાં (United airlines flight) એક દુર્ઘટના સામે આવી છે જેમાં સાન ફ્રાન્સિસ્કોથી (San Francisco)જાપાન જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવું પડ્યું હતું. ટેકઓફ દરમિયાન પ્લેનનું ટાયર નીકળી જવાને કારણે આ આ ઘટના બની હતી જેને લીધે વિમાનમાં સવાર 235 મુસાફરો અને 14 ક્રૂ મેમ્બરના જીવ તાળવે ચોંટી ગયા હતા.

Advertisement

ઘટના કેવી રીતે બની?

Advertisement

ફ્લાઈટે ઉડાન ભરતાની સાથે ડાબી બાજુના મુખ્ય લેન્ડિંગ ગિયર એસેમ્બલી સાથે જોડાયેલા 6 ટાયરમાંથી એક ઉડાન ભર્યા બાદ તરત જ નીકળી ગયું હતું. વિમાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટેકઓફની થોડી જ સેકન્ડમાં ટાયર પડતા જોઈ શકાય છે.

કર્મચારી પાર્કિંગમાં પડતાં મોટી દુર્ઘટના ટળી

વિમાનમાંથી નીકળ્યા બાદ આ ટાયર સાન ફ્રાન્સિસ્કો ઈન્ટરનેશનલના કર્મચારી પાર્કિંગમાં પડી ગયું હતું. આ ટાયર કાર પર પડતાં કારની પાછળની બારીનો કાચ તૂટી ગયો હતો. આ પછી ટાયર એક દિવાલ તોડીને થોડે દૂર થંભી ગયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. યુનાઈટેડ એરલાઈન્સના વિમાનને ઘટનાના થોડા સમય બાદ લેન્ડ કરવું પડ્યું હતું. આ ઘટનાને લઈને એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2002માં બનેલા આ પ્લેનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે ટાયર ફાટવા કે બગડે તો પણ સુરક્ષિત લેન્ડિંગ કરી શકાય.

આ  પણ  વાંચો  - US Shooting : અમેરિકાના ફિલાડેલ્ફિયામા અંધાધૂંધ ફાયરિંગ,8 લોકો ઘાયલ

આ  પણ  વાંચો  - Israel Hamas war: ઈઝરાયેલ પર થયો મિસાઈલથી હુમલો; એક ભારતીયનું મોત, બે ઘાયલ

Tags :
Advertisement

.

×