Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UN Peacekeeping mission: સૈનિકો વચ્ચે યોજાઈ Tug of War સ્પર્ધા, જુઓ વીડિયો ભારતે કેવી રીતે ચીનને ધૂળ ચટાડી

UN Peacekeeping mission: હાલમાં, ભારતીય સેના (Indian Army) અને ચીની સૈનિકો (China Army) વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું છે. આનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ્યારે ભારતીય સૈનિકો (Indian Soldiers) અને ચીની સૈનિકો (China Soldiers) વચ્ચે જોવા મળ્યું હતું. તાજેતરમાં આફ્રિકા (Africa) ના...
un peacekeeping mission  સૈનિકો વચ્ચે યોજાઈ tug of war સ્પર્ધા  જુઓ વીડિયો ભારતે કેવી રીતે ચીનને ધૂળ ચટાડી

UN Peacekeeping mission: હાલમાં, ભારતીય સેના (Indian Army) અને ચીની સૈનિકો (China Army) વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું છે. આનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ્યારે ભારતીય સૈનિકો (Indian Soldiers) અને ચીની સૈનિકો (China Soldiers) વચ્ચે જોવા મળ્યું હતું. તાજેતરમાં આફ્રિકા (Africa) ના સુદાન (Sudan) માં ભારતીય સૈનિકો (Indian Soldiers) અને ચીની સૈનિકો (China Soldiers) સામસામે આવી ગયા હતા. ત્યારે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ હાર આપી હતી.

Advertisement

  • ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે Tug of War સ્પર્ધા

  • આ સમગ્ર રમતની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી

  • મિશનનો ઉદ્દેશ્ય યુદ્ધ પ્રભાવિત દેશમાં શાંતિ સ્થાપિત કરવાનો

Indian Soldiers એ China Soldiers ને કેવી રીતે હરાવ્યા તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન હેઠળ સુદાનમાં તૈનાત ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે Tug of War સ્પર્ધા થઈ. આ સ્પર્ધામાં બંને દેશના સૈનિકોએ પોતાની તાકાત બતાવી હતી. પરંતુ અંતેIndian Soldiers ની જીત થઈ હતી. જીત બાદ Indian Soldiers ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: North Korea Sends Balloons: કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને અનોખા ફુગ્ગાઓની ભેટ આપી

Advertisement

આ સમગ્ર રમતની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી

સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે United Nations Peacekeeping Mission હેઠળ આફ્રિકાના સુદાનમાં Indian Soldiers અને China Soldiers વચ્ચે Tug of War સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં Indian Soldiers ની ટીમે ચીનને હરાવ્યું હતું. Tug of War માં બંને દેશના સૈનિકો આમને-સામને હતા. આ સમગ્ર રમતની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. સ્પર્ધા ખૂબ જ રોમાંચક રહી હતી.

Advertisement

આ પણ વાંચો: Air turbulence Research: જાણો… શું છે વિમાનમાં થતું એર ટર્બ્યુલન્સ અને કેવી રીતે થાય છે?

મિશનનો ઉદ્દેશ્ય યુદ્ધ પ્રભાવિત દેશમાં શાંતિ સ્થાપિત કરવાનો

United Nations Peacekeeping Mission નો ઉદ્દેશ્ય યુદ્ધ પ્રભાવિત દેશમાં સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવાનો છે. શીત યુદ્ધના સમયથી સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા મિશનની રચના ઝડપથી દુશ્મનાવટનો અંત લાવવા, નાગરિકોનું રક્ષણ કરવા અને લાંબા ગાળાની શાંતિ અને સુરક્ષાને ટેકો આપવા માટે કરવામાં આવી છે. તેમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશના સૈનિકો, પોલીસ અને નાગરિકોનો સમાવેશ થાય છે. તેઓ એવા વિસ્તારોમાં તૈનાત છે જ્યાં અન્ય કોઈ દેશ કે સંગઠન શાંતિ સ્થાપી શકતું નથી.

આ પણ વાંચો: Natasa Stankovic New Post: હાર્દિક-નતાશાના છુટાછેડા વચ્ચે બંનેએ કરી ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ

Tags :
Advertisement

.