Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sukhoi Superjet 100-95LR crash: રશિયામાં વિમાન બન્યું વિનાશકારી દુર્ઘટનાનો ભોગ, જુઓ વિડીયો...

Sukhoi Superjet 100-95LR crash: Russia માં એક પેસેન્જર જેટ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે જમીનથી નજીકની ઊંચાઈ પર આ પ્લેન ઉડી રહ્યું હતું. આ અકસ્માતમાં 3 ક્રૂ મેમ્બરના મોતના આંકડા સામે આવ્યા છે. આ...
sukhoi superjet 100 95lr crash  રશિયામાં વિમાન બન્યું વિનાશકારી દુર્ઘટનાનો ભોગ  જુઓ વિડીયો

Sukhoi Superjet 100-95LR crash: Russia માં એક પેસેન્જર જેટ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે જમીનથી નજીકની ઊંચાઈ પર આ પ્લેન ઉડી રહ્યું હતું. આ અકસ્માતમાં 3 ક્રૂ મેમ્બરના મોતના આંકડા સામે આવ્યા છે. આ પ્લેનમાં કોઈ મુસાફરો ન હતા. રશિયન ઈમરજન્સી અધિકારીઓના જણાવ્યા અનુસાર, Sukhoi Superjet 100-95LR હતું અને આ અકસ્માત મોસ્કો વિસ્તારમાં થયો હતો.

Advertisement

  • Sukhoi Superjet મોસ્કોના વનુકીવ એરપોર્ટ જઈ રહ્યું

  • Sukhoi Superjet ક્રેશનું કારણ સ્પષ્ટ થયું નથી

  • મે 2019 માં પણ એક Sukhoi Superjet ક્રેશ થયું

અહેવાલ અનુસાર, આ Sukhoi Superjet 100-95LR ગેઝપ્રોમ એવિયા એરલાઇનનું હતું. આ વિમાને Russia ની રાજધાની મોસ્કોથી લગભગ 110 કિલોમીટર દૂર લુખોવિત્સી સ્થિત એરક્રાફ્ટ મેકિંગ પ્લાન્ટમાંથી ઉડાન ભરી હતી. Sukhoi Superjet 100-95LR નું અહીં સમારકામ કરવામાં આવ્યું હતું. અહીંથી ટેકઓફ કર્યા બાદ Sukhoi Superjet 100-95LR મોસ્કોના વનુકીવ એરપોર્ટ જઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં આ પ્લેન અકસ્માતનો ભોગ બન્યો હતો.

Advertisement

Sukhoi Superjet ક્રેશનું કારણ સ્પષ્ટ થયું નથી

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર Sukhoi Superjet 100-95LR દુર્ઘટના કોલોમ્ના શહેરની નજીક વુડલેન્ડ વિસ્તારમાં બની હતી. Sukhoi Superjet 100-95LR ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મળેલી માહિતી મુજબ રિપેરિંગ બાદ Sukhoi Superjet 100-95LR ની ટેસ્ટ ફ્લાઈટ કરવામાં આવી રહી હતી. પરંતુ આ ટેસ્ટ ફ્લાઈટ નિષ્ફળ ગઈ હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

મે 2019 માં પણ એક Sukhoi Superjet ક્રેશ થયું

Russia ની સૌથી મોટી ગુનાહિત તપાસ એજન્સી ધ ઇન્વેસ્ટિગેશન કમિટિએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે મે 2019 માં પણ એક Sukhoi Superjet 100-95LR ક્રેશ થયું હતું. આ ઘટનામાં 41 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલાની તપાસમાં પાયલટની ભૂલ સામે આવી હતી. તેણે ઈંધણ ભરેલા પ્લેનને તેજ ગતિએ લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Tuscany Mountain News: અહીંયા માત્ર 90 રૂપિયામાં જ ઘર મળે છે, ઈચ્છુક વ્યક્તિ કરો આટલું….

Tags :
Advertisement

.