Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dawood Ibrahim News: દાઉદને ઝેર આપવાની ખબર પર વેવાઈએ આપી પ્રતિક્રિયા

દાઉદના મોત પર તેના જમાઈએ ખાનગી મીડિયાને આપ્યો જવાબ ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના દાવા સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ દાવો કર્યો હતો કે દાઉદને ઝેર આપવામાં આવ્યા બાદ...
dawood ibrahim news  દાઉદને ઝેર આપવાની ખબર પર વેવાઈએ આપી પ્રતિક્રિયા
Advertisement

દાઉદના મોત પર તેના જમાઈએ ખાનગી મીડિયાને આપ્યો જવાબ

ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના દાવા સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ દાવો કર્યો હતો કે દાઉદને ઝેર આપવામાં આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે એક મીડિયા હાઉસના માધ્યમથી દાહુદના વેવાઈએ જાવેદ મિયાંદાદે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. દાઉદના સાળા જાવેદ મિયાંદાદ પાકિસ્તના ક્રિકેટ ટીમના ખેલાડી રહી ચૂક્યા છે.

Advertisement

તેમણે આ ઘટના પર પ્રતિક્રિયા આવવાની સાથે પોતાને પાકિસ્તાન સરકાર દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતાં. તે અફવાને નકારી કાઠવામાં આવ્યા છે. તેમના કહ્યાં પ્રમાણે કોઈ પણ કારણોસર તેમને નજરકેદ ક્યારે પણ કરવામાં આવ્યા નથી.

Advertisement

પાકિસ્તાન સરકાર દાઉદ સાથે જોડાયેલી કોઈ પણ ખબર મૂક્યો પ્રતિબંધ

તેની સાથે જાવેદ મિયાંદાદે એબીપી ન્યૂઝને કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ પર મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર હું કંઈ પણ કહીશ નહીં. કારણ કે... દાઉદ સાથે જોડાયેલી કોઈ પણ ઘટના પર કહેવું હશે, તો તે પાકિસ્તાન સરકાર કહેશે. જો કે જાવેદ મિયાંદાદ અને પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમી એ દાઉદને ઝેર આપવાની ઘટના પર એક સરખા મંતવ્યો વ્યક્ત કર્યા છે.

પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ X પર કરેલ એક પોસ્ટમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં એવી ચર્ચા છે કે દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તે કરાચીની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં કોઈની હિંમત નથી કે તે આ સમાચારની પુષ્ટિ કરે. તે ઉપરાંત કોઈ આ સમાચારની પુષ્ટિ કરશે અથવા તો પ્રયાસ કરશે તો તે મુશ્કેલીમાં મુકાઈ જશે. જાવેદ મિયાંદાદ સાથેની વાતચીતમાં પણ તેણે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના સમાચારની પુષ્ટિ કરવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચો: દાઉદ ઈબ્રાહિમના આ માફિયાઓ સાથે હતા સંબંધો,જાણો કોણ હતા ગુરુ

Tags :
Advertisement

.

×