Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia : વિદેશમંત્રી એસ. જયશંકર સામે રશિયન નાગરિકે રામચરિત માનસનો કર્યો હિન્દી અનુવાદ, સૌને ચોંકાવ્યા

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે. ગુરુવારે વિદેશમંત્રી રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ડોલોજિસ્ટને મળ્યા હતા. દરમિયાન, એક ઈન્ડોલોજિસ્ટે રામચરિતમાનસનું હિન્દીમાં અનુવાદ કરીને વિદેશમંત્રી એસ. જયશંકરને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ઈન્ડોલોજિસ્ટ અથવા ભારતવિદ એવા લોકોને કહેવામાં આવે...
russia   વિદેશમંત્રી એસ  જયશંકર સામે રશિયન નાગરિકે રામચરિત માનસનો કર્યો હિન્દી અનુવાદ  સૌને ચોંકાવ્યા

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે. ગુરુવારે વિદેશમંત્રી રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ડોલોજિસ્ટને મળ્યા હતા. દરમિયાન, એક ઈન્ડોલોજિસ્ટે રામચરિતમાનસનું હિન્દીમાં અનુવાદ કરીને વિદેશમંત્રી એસ. જયશંકરને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ઈન્ડોલોજિસ્ટ અથવા ભારતવિદ એવા લોકોને કહેવામાં આવે છે, જેઓ ભારતીય સાહિત્ય, ઈતિહાસ અને દર્શન વગેરેનો અભ્યાસ કરતા હોય છે.

Advertisement

વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે, 'સંબંધો બનાવવા માટે વાતચીત અને પરસ્પર સમજ જરૂરી છે. આજે આપણે બહુધ્રુવીય વિશ્વમાં જીવીએ છીએ, જ્યાં પુનઃસંતુલન થઈ રહ્યું છે. આ એવી દુનિયા નથી, જ્યાં માત્ર થોડા જ દેશોનું વર્ચસ્વ હોય. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવતી વખતે, મારું ધ્યાન ભારતીય વિશેષતાઓ સાથે વૈશ્વિક સંબંધો બનાવવા પર છે.'

Advertisement

આ પહેલા વિદેશમંત્રી એસ. જયશંકરે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવારોવ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ રશિયાના વિદેશમંત્રીએ ભારતના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતની અધ્યક્ષતામાં ટી20 દેશોનું નવી દિલ્હીમાં જે સમ્મેલન થયું હતું, તે આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એક પ્રભાવશાળી ભૂમિકા સાથે ન્યાય કરી શકાય છે.

આ પણ વાંચો - USA: ટેક્સાસમાં થયેલ ગોઝારા અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના 6 સભ્યોના મોત

Advertisement

Tags :
Advertisement

.