Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Relationship: છોકરીઓ શા માટે મોટી ઉંમરના પુરુષોના પ્રેમમાં પડે છે, જાણો આ 5 કારણ

Relationship: પહેલા લગ્નો થાય તો વર અને વધુમાં એક ઉંમર મર્યાદા જોવા મળતી હતી. સામાન્ય રીતે છોકરો છોકરી કરતા મોટો હોય. પરંતુ હવે જમાનો બદલાતા બધાની પસંદગીઓમાં પણ ફરક પડવા લાગ્યો છે. છોકરીઓને (Woman)નાની ઉંમરના છોકરા કે પછી મોટી ઉમરના...
relationship  છોકરીઓ શા માટે મોટી ઉંમરના પુરુષોના પ્રેમમાં પડે છે  જાણો આ 5 કારણ

Relationship: પહેલા લગ્નો થાય તો વર અને વધુમાં એક ઉંમર મર્યાદા જોવા મળતી હતી. સામાન્ય રીતે છોકરો છોકરી કરતા મોટો હોય. પરંતુ હવે જમાનો બદલાતા બધાની પસંદગીઓમાં પણ ફરક પડવા લાગ્યો છે. છોકરીઓને (Woman)નાની ઉંમરના છોકરા કે પછી મોટી ઉમરના પુરુષો (Older Man) ગમવા લાગ્યા. ત્યારે એક વિચાર મગજમાં એ આવે કે આખરે યુવતીઓને પોતાના કરતા વધુ ઉંમરના પુરુષો સાથે સંબંધમાં પડવાનું કેમ ગમતું હશે? છોકરીઓની આ પસંદગી બદલાવવા પાછળ શું કારણ હોઈ શકે તે પણ જાણો.

Advertisement

જુએ છે મેચ્યુરિટી

દરેક છોકરી ઈચ્છે છેકે જેની પણ સાથે તે લાઈફ પસાર કરે કે પછી સંબંધમાં જાય તો તેનામાં મેચ્યુરિટી હોય. એ જરૂર નથી કે મેચ્યુરિટી ઉંમર પ્રમાણે આવે પરંતુ ઉમરમાં મોટા પુરુષોમાં મેચ્યુરિટી બીજા કરતા વધુ હશે, આ સાથે તે ચીજોને સારી રીતે સમજી શકે છે. આથી જો તમે તમારા પાર્ટનર સાથે ફ્યૂચર પ્લાન કરતા હોવ તો તેમને મેચ્યુરિટી દેખાડો.

થોડા ગંભીર થોડા રમૂજી

કોઈ પણ છોકરી એવો પાર્ટનર બિલકુલ નહીં ઈચ્છે કે જે છોકરા સાથે તે રહેવાની છે તે લાઈફમાં ગંભીર ન હોય અને બસ ફક્ત રમૂજીવેડા કરતો રહે. છોકરીઓ મોટી ઉંમરના પુરુષોને એટલા માટે પણ પસંદ કરતી હોય છે કારણ કે તેમની સેન્સ ઓફ હ્યુમર તો સારી હોય છે જ પરંતુ સાથે સાથે તેમનામાં ગંભીરતા પણ હોય છે. જે દરેક સંબંધ માટે જરૂરી હોય છે.

Advertisement

સિક્યોર ફ્યૂચર

જ્યારે પણ કોઈ નવા વ્યક્તિ સાથે સંબંધમાં આવો તો દિમાગમાં સૌથી પહેલો ખ્યાલ એ હોય છે કે શું તેની સાથે મારું ભવિષ્ય ઠીક રહેશે કે નહીં. મોટી ઉંમરના પુરુષો સાથે આપણે આ વાતો માટે વધુ પરેશાન થવાની જરૂર પડતી નથી. કારણ તેમનામાં એટલી સમજ આવી ગઈ હોય છે કે આગળ જઈને પરિવાર વધશેઅને જવાબદારીઓ ઉઠાવવી પડી શકે છે.

આત્મવિશ્વાસું

મોટાભાગે એવું માનવામાં આવે છે કે છોકરો ઉંમરમાં મોટો હોય તો તેનામાં આત્મવિશ્વાસ વધુ હોય છે. આવામાં છોકરીઓ પોતાની જાતને આવા પુરુષો સાથે વધુ સેફ મહેસૂસ કરે છે અને તેમને પસંદ કરતી હોય છે. જો તમારો પાર્ટનર પણ આત્મવિશ્વાસુ હોય તો તે તમને પણ આગળ વધવા માટે અને કઈક કરવા માટે પ્રેરિત કરશે.

Advertisement

ફાઈનાન્શિયલ કંડિશન પર ધ્યાન

છોકરીઓ મોટી ઉંમરના પુરુષો તરફ આકર્ષાય છે તેનું કદાચ સૌથી મોટું કારણ એ પણ હોઈ શકે કે તેમની ફાઈનાન્શિયલ કન્ડિશન સ્ટેબલ હોય છે. જે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સૌથી વધુ જરૂરી હોય છે. આથી જો તમે પણ કોઈ છોકરીને પસંદ કરતા હોવ અને તેની સાથે લગ્ન કરવાનું પ્લાન કરતા હોવ તો પહેલા પોતાની જાતને સ્ટેબલ કરો. આ વાત છોકરીઓને પણ લાગૂ પડતી હોય છે.

આ પણ  વાંચો - Ekta Kapoor-ભારતીય મનોરંજન ઉદ્યોગની મહિલા બોસ કેમ કુંવારી?

આ પણ  વાંચો - Neo-realist film – ‘રૂદાલી’ રડવું એ તેનો વ્યવસાય છે પરંતુ આંસુ પોતાનાં

આ પણ  વાંચો - રેણુકા સ્વામી હત્યા મામલે કન્નડ એક્ટર Darshan Thoogudeepa ની મુશ્કેલીઓ વધી, બેંગલુરુ પોલીસે કરી ધરપકડ…

Tags :
Advertisement

.