PM Modi And G7: પીએમ મોદીએ ટેક્નોલોજીમાં વ્યક્તિ એકાધિકારનો અંત લાવવાનું આહ્વાન કર્યું
PM Modi And G7: G7 સમિટમાં ભાગ લેવા માટે PM Modi ઈટલી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે આઉટરીચ સેશનને પણ સંબોધિત કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે India ના લોકોએ તેમને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી.
India ની જનતાએ આપેલા આશીર્વાદ સમગ્ર લોકતાંત્રિક વિશ્વની જીત
વ્યૂહરચના હેઠળ અમે આ વર્ષે AI મિશન શરૂ કર્યું
અભિયાન શરૂ કર્યું છે, જેનું નામ એક પેડ મા કે નામ
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ગયા અઠવાડિયે તમારામાંથી ઘણા યુરોપિયન સંસદની ચૂંટણીમાં વ્યસ્ત હતા. તો India માં પણ થોડા મહિના પહેલા ચૂંટણીનો સમય હતો. ટેકનોલોજીના સર્વવ્યાપી ઉપયોગથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શક બનાવવામાં આવી છે. આ મારું સૌભાગ્ય છે કે India ના લોકોએ મને સતત ત્રીજી વખત તેમની સેવા કરવાની તક આપી છે. આ ઐતિહાસિક જીતના રૂપમાં India ની જનતાએ આપેલા આશીર્વાદ સમગ્ર લોકતાંત્રિક વિશ્વની જીત છે.
વ્યૂહરચના હેઠળ અમે આ વર્ષે AI મિશન શરૂ કર્યું
PM Narendra Modi tweets, "Spoke at the G7 Outreach Session on AI and Energy, Africa and Mediterranean. Highlighted a wide range of subjects, notably, the wide scale usage of technology for human progress. The rise of technology in various aspects of human life has also reaffirmed… pic.twitter.com/s2KaPZbnnJ
— ANI (@ANI) June 14, 2024
PMએ કહ્યું, India માનવ-કેન્દ્રિત અભિગમ દ્વારા વધુ સારા ભવિષ્ય માટે પ્રયત્નશીલ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડનારા પ્રથમ કેટલાક દેશોમાં India એક છે. આ વ્યૂહરચના હેઠળ અમે આ વર્ષે AI મિશન શરૂ કર્યું છે. ગયા વર્ષે India દ્વારા આયોજિત G-20 સમિટ દરમિયાન અમે AI ના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય શાસનના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભવિષ્યમાં પણ AI ને પારદર્શક, ન્યાયી, સલામત, સુલભ અને જવાબદાર બનાવવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
અભિયાન શરૂ કર્યું છે, જેનું નામ એક પેડ મા કે નામ
PM એ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ઊર્જા ક્ષેત્રે India નો અભિગમ ઉપલબ્ધતા, સુલભતા, વ્યાજબી અને સ્વીકાર્યતા ચાર સિદ્ધાંતો પર આધારિત છે. સીઓપી હેઠળ લેવામાં આવેલી તમામ પ્રતિબદ્ધતાઓને નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરનારો India પ્રથમ દેશ છે. આપણે સૌ સાથે મળીને આવનારા સમયને હરિયાળો યુગ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે India ે મિશન લાઈફ એટલે કે પર્યાવરણ માટે જીવનશૈલી શરૂ કરી છે. આ મિશન પર આગળ વધીને 5 જૂન, પર્યાવરણ દિવસના રોજ મેં એક અભિયાન શરૂ કર્યું છે, જેનું નામ એક પેડ મા કે નામ.
આ પણ વાંચોો: PM મોદી પહોંચ્યા G7 Summit, જ્યોર્જિયા મેલોનીએ હાથ જોડીને કર્યું સ્વાગત