Pakistan cannabis farming: કંગાળ પાક. એ આર્થિક સધ્ધરતા માટે ગાંજાનો સહારો લીધો
Pakistan cannabis farming: આજે આખી દુનિયા પાકિસ્તાન (Pakistan) ની ડૂબતી અર્થવ્યવસ્થા વિશે જાણે છે. પાકિસ્તાન (Pakistan) નું અર્થતંત્ર આજે દેવામાં ડૂબી ગયું છે. ત્યારે આ ડૂબતી ઈકોનોમી (Economy) ની બોટને બચાવવા માટે પાકિસ્તાન (Pakistan) સરકાર દ્વારા ગાંજાનો સહારો લેવામાં આવ્યો છે. કારણ કે... જાતેતરમાં આંતરરાષ્ટ્રીય અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે કે, આગામી સમયમાં પાકિસ્તાનમાં ગાંજાની ખેતીને કાયદાકીય માનવામાં આવશે.
કેનાબીસના છોડમાંથી ભાંગ, ગાંજો અને ચરસ બને છે
યુવાનો તુરંત બની જાય છે ગાંજાના વ્યસની
CCRA પાસે ગાંજાના ઉત્પાદન કરવાની સત્તા છે
જો સરળ ભાષામાં સમજાવવામાં આવે તો, cannabis ના છોડમાંથી ભાંગ, ગાંજો અને ચરસ બનાવવામાં આવે છે. Pakistan ના આ નિર્ણય બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે Pakistan ગાંજાના માધ્યમથી પોતાની ડૂબતી Economy ને સુધારવાનો પ્રયાસ કરશે. પરંતુ Pakistan જેવા દેશ માટે આ પ્રકારના નિયમોનું અમલમાં આવવું, ભાવિ પેઢીને ભારે નુકસાન પહોંચાડશે.
Pakistan to be next Mexico
The govt. approved industrial hemp production and legalized its farming. Pakistan officials hope hemp production will help local farmers tap into the global $400 billion Cannabis market and increase the country's export revenue.#Pakistan #economy pic.twitter.com/GUOwecqOBj— Hasnat Ahmad (@Hasnat_Yusufzai) September 30, 2021
આ પણ વાંચો: The Sky: લદ્દાખથી લઇ અમેરિકા સુધી આકાશ રંગબેરંગી કેમ ?
ગાંજાના વ્યસની યુવાનો તુરંત બની જાય છે
જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક દેશમાં ગાંજાનું વેચાણ અને ઉત્પાદન કરવું એ કાયદાકીય માનવામાં આવે છે. ગાંજાનું ઉત્પાદન આર્થિક આવકમાં આગવી ભૂમિકા ભજવે છે. પરંતુ હકીકતમાં દરેક દેશમાં ગાંજાના વ્યસની યુવાનો તુરંત બની જાય છે. તેના કારણે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થાય છે. એક અહેવાલ મુજબ, આ વર્ષે વૈશ્વિક ગાંજાનું બજાર $64.73 બિલિયન (રૂ. 5 લાખ 40 હજાર કરોડ) સુધી પહોંચી જશે.
આ પણ વાંચો: Karachi Indians Viral Video: હિન્દુ પરિવારે કરાચીઓને કર્યા ભારતીય વાનગીઓના દીવાના
CCRA પાસે ગાંજાના ઉત્પાદન કરવાની સત્તા છે
ગત ફેબ્રુઆરીમાં Pakistan સરકારે એક વટહુકમ પસાર કર્યો હતો, જેના પછી CCRA (કેનાબીસ કંટ્રોલ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી) બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે CCRA પાસે તબીબી અને ઔદ્યોગિક હેતુઓ માટે કેનાબીસની ખેતી, શુદ્ધિકરણ, ઉત્પાદન અને વેચાણ કરવાની સત્તા છે. આ સિવાય આ CCRA કમિટીમાં 13 સભ્યો હશે. તેમાં Pakistan ના ઘણા સરકારી વિભાગો, ગુપ્તચર એજન્સીઓ અને ખાનગી ક્ષેત્રના લોકો સામેલ હશે.Pakistan માં CCRA જેવી સંસ્થા બનાવવાનું સૂચન સૌથી પહેલા 2020 માં આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સગીર વિધાર્થી સાથે શારીરક સંબંધ બાંધતા શિક્ષિકા બની ગર્ભવતી, વિધાર્થીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા