Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan: લાહોરમાં પૂર્વ CJPના નિવાસસ્થાને વિસ્ફોટ, બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

પાડોશી દેશ પાકિસ્તાનથી મોટા સમાચાર આવ્યા છે. બુધવારે પાકિસ્તાનમાં દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJP) સાકિબ નિસારના ઘરે વિસ્ફોટની ઘટના બની હતી. મીડિયા અહેવાલ અનુસાર, આ હુમલો લાહોરમાં પૂર્વ CJPના નિવાસસ્થાને થયો હતો, જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાના...
pakistan  લાહોરમાં પૂર્વ cjpના નિવાસસ્થાને વિસ્ફોટ  બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

પાડોશી દેશ પાકિસ્તાનથી મોટા સમાચાર આવ્યા છે. બુધવારે પાકિસ્તાનમાં દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJP) સાકિબ નિસારના ઘરે વિસ્ફોટની ઘટના બની હતી. મીડિયા અહેવાલ અનુસાર, આ હુમલો લાહોરમાં પૂર્વ CJPના નિવાસસ્થાને થયો હતો, જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે.

Advertisement

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ ગેરેજમાં થયો હતો. આ હુમલામાં ક્ષતિગ્રસ્ત કાળા કલરની કારની તસવીરો પણ ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી. પાકિસ્તાનની જાબ પોલીસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાંતિય પોલીસ વડા ડૉ. ઉસ્માન અનવરે આ ઘટનાની નોંધ લીધી છે અને રાજધાની લાહોરના પોલીસ અધિકારી પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે.

પૂર્વ CJPના પરિવારના સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત

Advertisement

ઘાયલ જવાનોની ઓળખ આમિર અને ખુર્રમ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં બંનેને સામાન્ય ઈજાઓ થઈ છે. પંજાબ પોલીસ વડાએ પણ નિર્દેશ આપ્યો છે કે ઘાયલ પોલીસકર્મીઓને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે. પાકિસ્તાની પોલીસ મુજબ, “પૂર્વ CJPના પરિવારના સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. પાકિસ્તાનના પંજાબના આઈજી દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

Advertisement

આ પણ વાંચો - USA: ન્યુ જર્સીમાં હેલિકોપ્ટર ક્રેસ થયું, પાયલોટ સહિત બેનાં મોત, જાણો વિગત

Tags :
Advertisement

.