Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lakshadweep Permit: જાણો, Lakshadweep પ્રવાસ કરતા પહેલા આ કરવું જરૂરી

Lakshadweep Permit:  PM Narendra Modi ની Lakshadweep ની મુલાકાત બાદ ગૂગલ પર લક્ષદ્વીપ એટલો ટ્રેન્ડ થવા લાગ્યો છે કે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. લોકોએ હવે Maldives ને છોડીને લક્ષદ્વીપની ટૂરનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ...
lakshadweep permit  જાણો  lakshadweep પ્રવાસ કરતા પહેલા આ કરવું જરૂરી
Advertisement

Lakshadweep Permit:  PM Narendra Modi ની Lakshadweep ની મુલાકાત બાદ ગૂગલ પર લક્ષદ્વીપ એટલો ટ્રેન્ડ થવા લાગ્યો છે કે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. લોકોએ હવે Maldives ને છોડીને લક્ષદ્વીપની ટૂરનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ લક્ષદ્વીપમાં દરેક વ્યક્તિ જઈ શકે તેવું જરૂર નથી. Lakshadweep જવા માટે તમારે પહેલા પરમિટ માટે અરજી કરવી પડશે.

Advertisement

તો લક્ષદ્વીપ પરમિટ માટે અરજી કેવી રીતે કરવી? જો તમે લક્ષદ્વીપ પરમિટ માટે અરજી કરવા માંગો છો, તો તમારે આ માટે ક્યાંય જવાની જરૂર નથી, તમે આ કામ ઘરે બેઠા સરળતાથી કરી શકો છો.

Advertisement

Lakshadweep Permit

Lakshadweep Permit

Advertisement

કેવી રીતે અરજી કરવી ?

સૌથી પહેલા તમારે ગૂગલ પર લક્ષદ્વીપ પરમિટ સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ નોંધ કરો કે આ એક સરકારી વેબસાઈટ છે, વેબસાઈટ કેટલી ઓફિશિયલ છે તે જાણવાનો સૌથી સારો રસ્તો એ છે કે જો તમે વેબસાઈટના URL ને ધ્યાનથી જોશો તો તમને URL ની વચ્ચે gov.in લખેલું જોવા મળશે.

Lakshadweep Permit

Lakshadweep Permit

તમને ગૂગલ પર ePermit Lakshadweep ના નામે લખેલી બીજી લિંક મળશે. આ લિંક પર ક્લિક કર્યા પછી, તમને વેબસાઇટના હોમ પેજની જમણી બાજુએ સાઇન-ઇન વિકલ્પ દેખાશે. તમારી પાસે એકાઉન્ટ નથી, સાઇન-ઇન વિકલ્પની નીચે જ સાઇન-અપ લખેલું હશે. આ વિકલ્પ પર ટેપ કરો અને ત્યાર બાદ જરૂરી માહિતી ભરવી પડશે. ત્યારે વિગતો ભર્યા પછી તમારું એકાઉન્ટ બની જશે.

એકવાર એકાઉન્ટ બનાવ્યા પછી, સાઇન ઇન કરો અને પરમિટ માટે અરજી કરો. જો કે સાઇન ઇન કર્યા પછી, તમારે ટાપુનું નામ અને તારીખ પસંદ કરવી પડશે. તમને જણાવી દઈએ કે Lakshadweep કુલ 36 ટાપુઓથી ઘેરાયેલું છે. પરંતુ માત્ર થોડા જ ટાપુઓ પર જવાની મંજૂરી છે. નામ અને તારીખ પસંદ કર્યા પછી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

Lakshadweep પરમિટની ફી કેટલી ?

જો તમે Lakshadweep ePermit માટે અરજી કરવા જઈ રહ્યા છો, તો તમારા માટે ફી અથવા ચાર્જ વિશે જાણવું મહત્વપૂર્ણ છે. એક અહેવાલો અનુસાર, અરજદાર દીઠ અરજી ફી 50 રૂપિયા છે. તે ઉપરાંત 12 થી 18 વર્ષની વયના બાળકો માટે તે 100 રૂપિયા છે. જો વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ છે. તો 200 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો: Hunter Biden : અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનનો પુત્ર ભારતીય મૂળના જજ સમક્ષ હાજર થશે, જાણો કેમ…

Tags :
Advertisement

.

×