Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુવૈતમાં આગથી 40 થી વધુ ભારતીયોના મોત, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Kuwait Fire Accident: આજરોજ Kuwait માં એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે આ ઈમારતમાં 195 ભારતીય લોકો રહેતા હતા. ત્યારે આ વહેલી સવારના રોજ 4 કલાકની આસપાસ આ ઈમારતમાં રસોઈના સામાનને કારણે અમુક ક્ષણોની અંદર વિકરાળ આગ ફાટી...
કુવૈતમાં આગથી 40 થી વધુ ભારતીયોના મોત  ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Kuwait Fire Accident: આજરોજ Kuwait માં એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે આ ઈમારતમાં 195 ભારતીય લોકો રહેતા હતા. ત્યારે આ વહેલી સવારના રોજ 4 કલાકની આસપાસ આ ઈમારતમાં રસોઈના સામાનને કારણે અમુક ક્ષણોની અંદર વિકરાળ આગ ફાટી નીકળી હતી.

Advertisement

  • Indian Embassy ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો

  • ભારતીય રાજદૂતે ઘટના સ્થળની મુલાકાત લીધી

  • વિદેશ મંત્રી એસ જયશંકરે મોત પર શોક વ્યક્ત કર્યો

ત્યારે આ ઘટનામાં કુલ 40 થી વધુ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. તે ઉપરાંક 30 થી વધુ લોકો ગંભીર રીતે આગની ચપેટમાં આવવાથી ઘાયલ થયા છે. ત્યારે આ મામલાને લઈ બંને દેશ દ્વારા રાષ્ટ્રીય સ્તરે કામગીરી શરુ કરવામાં આવી છે. તેથી ભારતીય રાજદૂત Adarsh Swaika એ Kuwait માં આવેલી Al-Adan Hospital ની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે લગભગ તમામની હાલત સ્થિર છે.

Advertisement

ભારતીય રાજદૂતે ઘટના સ્થળની મુલાકાત લીધી

આ ઘટના બાદ Indian Embassy ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. Adarsh Swaika આ સમયગાળા દરમિયાન ઘણા દર્દીઓને મળ્યા અને તેમને Indian Embassy તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી. ભારતીય રાજદૂત Adarsh Swaikaએ પણ અન્ય હોસ્પિટલ ફરવાનીયાની મુલાકાત લીધી હતી. આગની ઘટનામાં ઘાયલ 6 કર્મચારીઓને ફરવાનીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ભારતીય રાજદૂતે પરિસ્થિતિની તપાસ કરવા માટે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

Advertisement

વિદેશ મંત્રી એસ જયશંકરે મોત પર શોક વ્યક્ત કર્યો

આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે 40 થી વધુ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. જયશંકરે ટ્વિટર પર કહ્યું કે Kuwait સિટીમાં આગની ઘટનાના સમાચારથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે. 40 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે અને 50 થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. પીડિતોમાં મોટાભાગના ભારતીય હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: Kuwait Fire Building: કુવૈતમાં આવેલી ભારતીય ઈમારતમાં આગનો તાંડવ, 35 થી વધુના મોત

Tags :
Advertisement

.