Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Hamas War: ગાઝામાં મોતનો સિલસિલો યથાવત, ઇઝરાયેલી ટીવી સિરીઝ ફૌદાના ક્રૂ મેમ્બરનું મોત

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હવે જાણીતી ઇઝરાયેલી ટીવી સીરીઝ ફૌદાના એક ક્રૂ મેમ્બરનું પણ મોત થયું છે. ધ જેરુસલેમ પોસ્ટના સમાચાર મુજબ ઇઝરાયેલની 551મી બ્રિગેડની 697મી બટાલિયનના એક રિઝર્વિસ્ટ અને શોમાં ચાલક દળના સભ્ય...
israel hamas war  ગાઝામાં મોતનો સિલસિલો યથાવત  ઇઝરાયેલી ટીવી સિરીઝ ફૌદાના ક્રૂ મેમ્બરનું મોત

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હવે જાણીતી ઇઝરાયેલી ટીવી સીરીઝ ફૌદાના એક ક્રૂ મેમ્બરનું પણ મોત થયું છે. ધ જેરુસલેમ પોસ્ટના સમાચાર મુજબ ઇઝરાયેલની 551મી બ્રિગેડની 697મી બટાલિયનના એક રિઝર્વિસ્ટ અને શોમાં ચાલક દળના સભ્ય મતન મીરની જાહેરાત IDFના તે સૈનિકોની સૂચીમાં કરાઈ છે જે ગાઝામાં ડ્યૂટી દરમિયાન માર્યો ગયો છે. ફૌદાની સોશિયલ મીડિયા ટીમે પણ માતન મીરના મોત અંગે પોસ્ટ કર્યું છે.

Advertisement

કલાકારોનું દિલ તૂટી ગયું
આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અમને જણાવતા દુઃખ થઈ રહ્યું છે કે અમારા ફૌદા પરિવારના એક સભ્ય માતન મીર ગાઝામાં કાર્યવાહી દરમિયાન માર્યો ગયો છે. માતન ક્રૂ ટીમમાં ખાસ હતો. પોસ્ટમાં વધુમાં લખવામાં આવ્યું છે કે આ દુખદ નુકસાનથી કલાકારો અને ક્રૂનું દિલ તૂટી ગયું છે. અમે માતનના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદન વ્યક્ત કરીએ છીએ. તેમની આત્માને શાંતિ મળે. મીર ઓડેમથી હતો. ફૌદા ઉપરાંત મીક અન્ય કેટલાંક શોના પ્રોડક્શનમાં પણ ઈન્વોલ્વ હતો. જેમાં કૉપ્સ જેવી સિરીઝ પણ સામેલ છે.

Advertisement

Advertisement

નિર્માતાએ પણ દુઃખ વ્યક્ત કર્યું
ફૌદાના નિર્માતા અવિ અસચારોફે પણ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે- તેમના પ્રોડક્શન ક્રૂનો એક સભ્ય ઉત્તરી ગાઝામાં લડાઈ દરમિયાન પોતાનો જીવ ગુમાવી બેઠો છે. હમાસે 7 ઓક્ટોબર ઇઝરાયેલ પર હુમલાઓ કર્યા હતા. જે બાદ ઇઝરાયેલે હમાસ પર જવાબી હુમલાઓ કર્યા અને આતંકવાદી ગ્રૂપને નષ્ટ કરવાના સોગંદ લીધા. આ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને ઈરાનના નેતૃત્વવાળા આતંકવાદની ધુરીનો અભિન્ન અંગ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ મધ્ય પૂર્વ અને આરબ દુનિયા માટે પણ ખતરારુપ

આ  પણ  વાંચો -‘જો શક્તિશાળી દેશો આવું કરશે તો દુનિયા દરેક માટે વધુ ખતરનાક બની જશે…’, જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા પર ફરી કહ્યું…

Tags :
Advertisement

.