ભારતના અલ્ટીમેટમ બાદ ટ્રુડોના તેવર નરમ, કહ્યું ભારત સાથે સારા સંબંધ યથાવત રાખીશું
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ભારતની કડકાઈ બાદ હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું વલણ નરમ પડ્યા છે .
જસ્ટિન ટ્રુડોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમની સરકાર નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે બદલો લેશે? જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમે એવું કામ કરવા જઈ રહ્યા છીએ જે આ મુશ્કેલ સમયમાં પણ ભારત સાથે રચનાત્મક સંબંધો ચાલુ રાખવામાં મદદ કરશે. તેમાં કોઈ શંકા નથી કે અમે ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. તેથી અમારા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અમારા માટે જમીન પર રાજદ્વારીઓ હોય જે કેનેડિયનો અને કેનેડિયન પરિવારોને મદદ કરવા માટે ભારત સરકાર સાથે કામ કરે છે.ટ્રુડોની આ ટીપ્પણી 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારતના નિર્ણય બાદ આવી છે. સ્પસ્ટ છે કે ભારતના આ મોટા નિર્ણયથી ટ્રૂડો નરમ પડી ગયા હતા.
Canada is not looking to escalate the situation with India, will continue to engage responsibly and constructively with New Delhi. We want to be on the ground in India to help the Canadian families there- PM Justin Trudeau: Reuters
(file photo) pic.twitter.com/XkEadRDjla
— ANI (@ANI) October 3, 2023
ભારતમાં 62 કેનેડાયન રાજદ્વારીઓ
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી તણાવ ઓછો થતો જણાતો નથી. કેનેડા સાથે બગડતા સંબંધો વચ્ચે, ભારતે કેનેડાને તેના 40 થી વધુ રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતે આ કર્મચારીઓને તેમના વતન પરત જવા માટે 10 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી છે. એક અહેવાલ મુજબ ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ છે અને ભારતે અગાઉ કહ્યું હતું કે કુલ સંખ્યામાં 41નો ઘટાડો કરવો જોઈએ. ભારત સરકારે મંગળવારે કેનેડામાંથી તેના 41 રાજદ્વારી કર્મચારીઓને પાછા બોલાવવા જણાવ્યું હતું. આ સાથે જ ભારતે કેનેડાને જણાવ્યું છે કે જો આમાંથી કોઈ પણ રાજદ્વારી 10 ઓક્ટોબર પછી વધારે રોકાણ કરશે તો તેમની રાજદ્વારી છૂટ રદ કરવામાં આવશે.
બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચાલુ છે
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો જ્યારે 18 સપ્ટેમ્બરે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા. જે બાદ ભારતે કેનેડાના ટોચના રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ પણ જારી કર્યો હતો.
હરદીપ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી બહાર આવી હતી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં બોલતા ભારત પર આરોપ લગાવ્યો હતો કે કેનેડિયન નાગરિક હરદીપ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પૂરતા પુરાવા મળ્યા છે અને આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. ટ્રુડોએ કહ્યું હતું કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને હરદીપ નિજ્જરની હત્યા વચ્ચેના જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે.
ભારતે આ આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા
ભારતે કેનેડાના આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે કેનેડામાં હિંસાની કોઈપણ ઘટનામાં ભારત સરકારની સંડોવણીના આરોપો વાહિયાત અને પ્રેરિત છે.
કોણ હતો આતંકવાદી હરદીપ નિજ્જર?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ભારતની સુરક્ષા એજન્સીઓએ ભાગેડુ અને આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું. જૂન 2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી વાગી હતી
આ પણ વાંચો-INDIA-CANADA DISPUTE : 40 કેનેડિયન રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધી ભારત છોડી દેવા આદેશ