Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Hamas War : ઈઝરાયેલની 13 મહિલાઓએ હમાસના 100 આતંકીઓને માર્યા ઠાર , આઝાદ કરાવ્યું એક શહેર

ઈઝરાયેલમાં 4 લાખથી વધારે યુવાનોએ આતંકી સંગઠન હમાસ વિરૂદ્ધના યુદ્ધમાં હથિયાર ઉઠાવી લીધા છે. આ વચ્ચે દુનિયાભરમાં ઈઝરાયેલની 13 છોકરીઓની એક સૈન્ય ટૂકડીની ચર્ચા થઈ રહી છે. આ ટૂકડીએ100થી વધારે હમાસના ખૂંખાર આતંકીઓને ઠાર મારીને કિબુટ્ઝ શહેરનો કબજો પરત લીધો...
israel hamas war    ઈઝરાયેલની 13 મહિલાઓએ હમાસના 100 આતંકીઓને માર્યા ઠાર   આઝાદ કરાવ્યું એક શહેર

ઈઝરાયેલમાં 4 લાખથી વધારે યુવાનોએ આતંકી સંગઠન હમાસ વિરૂદ્ધના યુદ્ધમાં હથિયાર ઉઠાવી લીધા છે. આ વચ્ચે દુનિયાભરમાં ઈઝરાયેલની 13 છોકરીઓની એક સૈન્ય ટૂકડીની ચર્ચા થઈ રહી છે. આ ટૂકડીએ100થી વધારે હમાસના ખૂંખાર આતંકીઓને ઠાર મારીને કિબુટ્ઝ શહેરનો કબજો પરત લીધો છે. હમાસે 7  ઓક્ટોબરના રોજ આ શહેર પર સૌથી મોટો આતંકી હુમલો કર્યો હતો.

Advertisement

લેફ્ટિનેંટ કર્નલ બેન યેહુદાના નેતૃત્વમાં 13  મહિલા સૈનિકોની ટૂકડીએ હમાસના આતંકીઓને પછાડયા છે. આ મહિલા સૈનિકોએ હમાસ પર ત્યારે હુમલો કર્યો હતો જ્યારે, ઈજિપ્તની નજીક આવેલી ઈઝરાયેલની પોસ્ટ પર હમાસના આતંકીઓ ઘાતક પ્રહાર કરવાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. મહિલાઓની ટૂકડીએ સમયસર કાર્યવાહી કરતાં આ ક્ષેત્ર હમાસના હાથમાં જતા બચ્યું હતું.

Advertisement

સૈનિકે બેન યેહુદાને સંદેશ મોકલીને એલર્ટ કરી

સૂફા મિલિટ્રરી બેઝ પર હમાસના આતંકીઓએ હુમલો કરતા એક સૈનિકે બેન યેહુદાને સંદેશ મોકલીને એલર્ટ કરી હતી. યેહુદાને જેવો મેસેજ મળ્યો કે, ભારે હથિયારોથી સજ્જ અનેક આંતકીઓ ત્રાટકવાની તૈયારીઓ કરી રહ્યાં છે. તેણે પોતાની મહિલા બ્રિગેડને સંબોધન કરીને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. યેહુદાએ કહ્યું કે, આપણે મજબૂત છીએ અને આપણને હરાવવા અશક્ય છે. આ સાથે જ તેણે પોતાની ટીમને હમાસ પર પ્રાણઘાતક હુમલો કરવા કહ્યું હતું.

Advertisement

મહિલા બ્રિગેડે ૪ કલાકના મિશનમાં હમાસના 100 આતંકીઓને પરાસ્ત કર્યા

જ્યારે, યેહુદાની ટીમ એક પોસ્ટ નજીક પહોંચી ત્યારે માહિતી મળી હતી કે, હમાસે તેમાં ઈઝરાયેલના 50  આર્મી જવાનોનું અપહરણ કર્યું હતું. પોસ્ટમાં અપહરણ કરાયેલા સૈનિકો હોવાથી તેને ઉડાવી શકાય તેમ નહતી. આથી તેમણે જે પોસ્ટ પર અનેક ગનમેન અને એન્ટી ટેન્ક મિસાઈલ તેનાત હતી તેને ચારેતરફથી ઘેરીને 100  આતંકીઓ પર હુમલો કર્યો હતો. આ મહિલા બ્રિગેડે 4  કલાકના મિશનમાં હમાસના ૧૦૦ આતંકીઓને પરાસ્ત કર્યા હતાં

બેન યેહૂદાની સફળ રણનીતિ

બેન યેહૂદા યુદ્ધના મેદાનમાં જેટલી મજબૂત છે, તેટલી જ જોશ ભરવામાં માહેર. ટુકડીને લઈને રવાના થતા પહેલાં તેમણે સાથી મહિલા સૈનિકોને સંબોધિત કરતા કહ્યું હતું- આપણે મજબૂત છીએ અને આપણે હરાવી ન શકાય. આપણે આતંકીઓનો ખાતમો કરવા જઈ રહ્યાં છીએ. ઇઝરાયેલમાં ઘૂસણખોરી થઈ છે અને તેઓ ફેલ રહ્યાં છે. તમે લોકો એલર્ટ રહો. આપણે એક મજબૂત ટીમ છીએ. જ્યારે તે ચોકી પર યુનિટની સાથે પહોંચી તો જોયું કે હમાસે પોસ્ટ પર કબજો કરી લીધો હતો અને ઇઝરાયેલની સેનાના 50 જવાનોને બંધક બનાવી રાખ્યા હતા.

આ  પણ  વાંચો -‘ISRAEL મુસ્લિમ લડવૈયાઓનો સામનો નહીં કરી શકે’, યુદ્ધ વચ્ચે ઈરાનનો પડકાર, તુર્કીનું પણ આવ્યું ચોંકાવનારૂ નિવેદન

Tags :
Advertisement

.