Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અયોધ્યામાં પ્રતિ સેકન્ડ ત્રણ ભક્તો રામમંદિરમાં દર્શન કરી શકશે, રોજના 1 લાખ ભક્તોના આગમનની શક્યતા

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો અંદાજ છે કે રામ મંદિરમાં દર્શન કરવા માટે દરરોજ લગભગ એક લાખ ભક્તો અયોધ્યાની મુલાકાત લેશે.. મંદિરના ઉદ્ઘાટન પછી શરૂઆતના તબક્કામાં ભક્તોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે, પરંતુ બાદમાં આ સંખ્યા ઘટીને રોજના...
10:34 PM Aug 16, 2023 IST | Vishal Dave

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો અંદાજ છે કે રામ મંદિરમાં દર્શન કરવા માટે દરરોજ લગભગ એક લાખ ભક્તો અયોધ્યાની મુલાકાત લેશે.. મંદિરના ઉદ્ઘાટન પછી શરૂઆતના તબક્કામાં ભક્તોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે, પરંતુ બાદમાં આ સંખ્યા ઘટીને રોજના એક લાખ ભક્તો પર આવી શકે છે. આવી સ્થિતિમાં દર સેકન્ડે લગભગ ત્રણ ભક્તોને રામલલાના દર્શન કરવાની તક મળશે.

ટ્રસ્ટના ટોચના અધિકારીએ અમર ઉજાલાને જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં દરરોજ લગભગ 8 થી 10 કલાક મંદિર ખોલવા માટે કરાર થઈ શકે છે. ભક્તોને ત્રણથી ચાર હરોળમાં રામલલાના દર્શન કરવાની તક મળશે. જો મંદિર 10 કલાક માટે ખુલ્લુ રાખવામાં આવે અને ભક્તોની સંખ્યા એક લાખની આસપાસ રહે તો દર સેકન્ડે ત્રણ ભક્તોને રામલલાના દર્શનનો લ્હાવો મળશે.

હાલમાં ખાસ પ્રસંગો સિવાય સામાન્ય દિવસોમાં હનુમાનગઢીના દર્શન કરવા માટે મહત્તમ સંખ્યામાં ભક્તો આવે છે. આ સંખ્યા 25 હજારની આસપાસ છે. હનુમાન જયંતિ, દિવાળી-દશેરા અને નવા વર્ષના અવસર પર આ સંખ્યા બમણી કરતા પણ વધુ હોય છે.

રામ મંદિરની ચર્ચા દેશના ખૂણે-ખૂણે અને દુનિયામાં છે, એવું માનવામાં આવે છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ અહીં આવનારા ભક્તોની સંખ્યામાં ઘણો વધારો થઈ શકે છે. આ સંખ્યા એક લાખ સુધી જઈ શકે છે. આ જ કારણ છે કે ભગવાન રામના મંદિરમાં લગભગ એક લાખ ભક્તોની હાજરીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી પછીથી પણ તંત્રને કોઈ મુશ્કેલી ન પડે.

નોકરી-ધંધામાં વધારો થયો છે
કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળોના વિકાસની અસર દેખાઈ રહી છે. અયોધ્યા, કાશી અને મથુરા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં ધાર્મિક પ્રવાસન વધ્યું છે. કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર, 2022 માં, સમગ્ર દેશના સ્થાનિક પ્રવાસનનો પાંચમો ભાગ (20 ટકા) એકલા ઉત્તર પ્રદેશને મળ્યો છે. એકલા વારાણસીને આમાંથી લગભગ પાંચ ટકા મળ્યા છે. આનાથી આ સ્થળોએ રોજગાર અને વ્યવસાયની શક્યતાઓ વધી છે.

Tags :
AyodhyaDarshanDevoteespossibilityRam templesecond
Next Article