Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માંડવીના અમલસાડી ગામે ૫ ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરમાં પ્રવેશ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ  ફેલાયો છે. , ૫ ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો હતો, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, આ અંગે વનવિભાગને પણ લોકો દ્વારા જાણ કરવામાં...
માંડવીના અમલસાડી ગામે ૫ ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરમાં પ્રવેશ્યો  સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ  ફેલાયો છે. , ૫ ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો હતો, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, આ અંગે વનવિભાગને પણ લોકો દ્વારા જાણ કરવામાં આવી છે.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં છાશવારે દીપડો દેખાયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા કરે છે, ત્યારે વધુ એક વખત માંડવીમાં દીપડો દેખાયો છે, મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો દેખાયો હતો, રાત્રીના સમયે ૫ ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનીના બનાવ સામે આવ્યો નથી, અત્યાર સુધી ખેતી અને જંગલીય વિસ્તારો તો ઠીક પરંતુ હવે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખા દેતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
દીપડાની લટાર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે, જેમાં જોઈ શકાય છે કે દીપડો ત્યાં આંટાફેરા મારી રહ્યો છે, દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, ગામજનોએ આ અંગે વનવિભાગને જાણ કરી છે જેથી વન વિભાગે પણ દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.