Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં ભારે વરસાદ, ચારે તરફ પાણી-પાણી, વાહનચાલકો પરેશાન

જૂનાગઢને ઘમરોળ્યા બાદ મેઘરાજા હવે અમદાવાદને ઘમરોળી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. સમી સાંજે અમદાવાદના આકાશમાં ધનઘોર વાદળો ઉમટી આવ્યા હતા, અને ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. તોફાની વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી-પાણી તોફાની વરસાદને પગલે અમદાવાદના...
અમદાવાદમાં ભારે વરસાદ  ચારે તરફ પાણી પાણી  વાહનચાલકો પરેશાન

જૂનાગઢને ઘમરોળ્યા બાદ મેઘરાજા હવે અમદાવાદને ઘમરોળી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. સમી સાંજે અમદાવાદના આકાશમાં ધનઘોર વાદળો ઉમટી આવ્યા હતા, અને ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો.

Advertisement

તોફાની વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી-પાણી

તોફાની વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે. શહેરના ઉસ્માનપુરા, વાડજ, નારણપુરા, નવરંગપુરા, પાંજરાપોળ, યુનિવર્સિટી, એસજી હાઇવે, ઇસ્કોન, થલતેજ, બોપલ સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અમદાવાદના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવવાના શરૂ થઈ ગયા છે.

Advertisement

શહેરના ન્યુ રાણીપ, વૈષ્ણવદેવી, એસજી હાઇવે ઘાટલોડિયા, નારણપુરા, કોતરપુર, નરોડા, નિકોલ, મેમનગર,વસ્ત્રાપુર, બોડકદેવ, જમાલપુર, લાલદરવાજા, ચેનપુર, રાણીપ, ચાંદખેડા, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

બે દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી જ્યારે 24 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમ કહ્યુ હતું. મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહશે. જોકે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 22 જુલાઇ શનિવાર અને 23 જુલાઈ રવિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ
હાલ રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી રાજ્યના 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 74 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. શહેરમાં પાણી ફરી વળતાં અનેક કારો તણખલાની જેમ તણાઇ ગઇ છે. તો ઘરોમાં પાણી ભરાઇ જતાં જીવ બચાવવા લોકો ધાબે ચડી ગયા છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.