Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેમ આ IPS અધિકારીના કાંડે આટલી બધી રાખડીઓ છે ?

IPS : રક્ષાબંધનના તહેવારની ઊજવણી ગુજરાત પોલીસ દળ (Gujarat Police) માં થઈ અને અનેક ઠેકાણે રક્ષાબંધનના કાર્યક્રમ પણ યોજાયા. IPS અધિકારીઓથી લઈને કૉન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓને હજારો બહેનોએ રાખડીઓ બાંધી. જો કે, સુરત શહેરમાં ફરજ બજાવતા એક ડીસીપી તેમના તાબાની...
07:39 PM Aug 20, 2024 IST | Bankim Patel
IPS Officer takes care of women police like a brother

IPS : રક્ષાબંધનના તહેવારની ઊજવણી ગુજરાત પોલીસ દળ (Gujarat Police) માં થઈ અને અનેક ઠેકાણે રક્ષાબંધનના કાર્યક્રમ પણ યોજાયા. IPS અધિકારીઓથી લઈને કૉન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓને હજારો બહેનોએ રાખડીઓ બાંધી. જો કે, સુરત શહેરમાં ફરજ બજાવતા એક ડીસીપી તેમના તાબાની તમામ મહિલા કર્મચારીઓ માટે ભાઇ તરીકેની ફરજ અદા કરતા આવ્યા છે. સંખ્યાબંધ મહિલા પોલીસ કર્મચારીઓ દોડીને તેમના ડીસીપી ભાઇને રાખડી બાંધવા ઉમળકાભેર કેમ દોડી ગઈ. વાંચો આ અહેવાલ...

IPS પિનાકિન પરમારનું કાડું રાખડીઓથી છલકાયું

સુરત શહેર પોલીસ (Surat City Police) દળમાં ડીસીપી ઝોન-3 તરીકે ફરજ બજાવતા પિનાકિન પરમાર (Pinakin Parmar) રક્ષાબંધનના દિવસે સામાજિક કારણોસર રજા પર હતા. આજે મંગળવારે પિનાકિન પરમારની કચેરી ખાતે સંખ્યાબંધ બહેનો ભાઇને રાખડી બાંધવા ઉમળકાથી દોડી આવી હતી. પરમારના તાબામાં આવતા પાંચ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીઆઈ, પીએસઆઈ સહિત સવાસો મહિલા પોલીસ કર્મચારીઓએ છે. સંખ્યાબંધ મહિલા પોલીસ બહેનોએ પિનાકિન પરમારના કાંડે રક્ષા બાંધતા તેમનું કાડું રાખડીઓથી છલકાઈ ગયું હતું. રક્ષાબંધનની આ ઊજવણી (Rakshbandhan Celebration) સુરત શહેરમાં ઉદાહરણ બની ગઈ છે.

આ પણ  વાંચો -Ahmedabad Police કમિશનર મલિકે 28 વર્ષ જૂના સૉફ્ટવેરને હટાવ્યું

 

પોલીસ બહેનોની સમસ્યા જાણી : પરમાર

નવેમ્બર-2022માં પિનાકિન પરમારને સુરત શહેરના ઝોન-3 ડીસીપી (DCP Surat City) તરીકે નિમણૂક મળી હતી. એકાદ વર્ષની ફરજ દરમિયાન IPS પિનાકિન પરમારને જાણવા મળ્યું હતું કે, અનેક મહિલા પોલીસ કર્મચારીઓ કોઈને કોઈ સમસ્યા હેઠળ ફરજ બજાવી રહી છે. પિનાકિન પરમાર જણાવે છે કે, કૉન્સ્ટેબલરી સ્ટાફમાં ફરજ બજાવતી મહિલાઓ પૈકી મોટાભાગની ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે. પરિવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે આ નોકરી નાછૂટકે પસંદ કરવી પડે છે. શહેર પોલીસ દળમાં મોટુ મહેકમ હોવાથી તમામ મહિલા સ્ટાફને મનપસંદ સ્થાને નિમણૂક મળવી સંભવ નથી. શહેરમાં નોકરી કરવા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પોલીસ બહેનોને અનેક સમસ્યાઓ હતી અને તેની જાણકારી મેળવવા IPS પિનાકિન પરમારે તમામને એક પછી એક રૂબરૂ મળવાનો નિર્ણય કર્યો. આગામી દિવસોમાં પોલીસ બહેનોમાં રહેલી વિશેષ આવડત અંગે જાણકારી મેળવી ડીસીપી પરમાર તેમને મદદરૂપ બનવા પણ પ્રયાસ કરશે.

આ પણ  વાંચો -Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

કેમ પોલીસ બહેનો પરમારને ભાઇ માને છે ?

મોટાભાગની મહિલા પોલીસ કર્મચારીઓને ફરજના સ્થળ પર સમયસર પહોંચવાનો, રહેઠાણ તેમજ પરિવારના મેડિકલના ખર્ચની સમસ્યાઓ મુખ્યત્વે હતી. જેથી ડીસીપી પરમારે તેમના તાબાના વિસ્તારમાં આવતી હૉસ્પિટલના ડૉક્ટર સાથે સંકલન કરી મહિલા કર્મી અને પરિવારના સભ્યોને મફત સારવારની વ્યવસ્થા ગોઠવી આપી. ટ્રાવેલીંગ અને રહેઠાણની સમસ્યાઓને પણ સ્થાનિક પરિચિત લોકો અને ખાતા રાહે હલ કરવામાં મદદ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પિનાકિન પરમારને ગત માર્ચ મહિનામાં જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવવાની સાથે-સાથે "મારો સ્ટાફ મારો પરિવાર" અભિયાન અંતર્ગત મહિલા પોલીસ માટે થતા કાર્યોની પ્રસંશા કરતો પત્ર પણ એનાયત કર્યો હતો.

સ્વતંત્રતા દિને બહેનોને ભાઇએ મૂવી બતાવી

IPS Pinakin Parmar એક ભાઇની જેમ વર્તવા પ્રયત્નશીલ રહે છે. ગત 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિને (Independence Day) પિનાકિન પરમારે પોલીસની બહેનો અને પરિવારના સભ્યો માટે થિયેટરમાં 150 ટિકિટ બુક કરાવી હતી. મહિધરપુરા, લાલગેટ, ચોક બજાર, સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન મહિલા સશક્તિકરણ (Women Empowerment) પર બનેલી ફિલ્મ વેદા (Vedaa Movie) જોવાની સાથે-સાથે સૌના માટે નાસ્તા-પાણીનું પણ આયોજન કરાયું હતું.

Tags :
Bankim PatelBhupendra PatelDCP Surat CityGujarat FirstGujarat PoliceIndependence DayIPSJournalist BankimPinakin ParmarPinakin Parmar IPSRakshbandhan CelebrationSurat City PoliceVedaa Moviewomen empowerment
Next Article