Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Government : તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકર જેમ ગુજરાતમાં પણ IAS-IPS બન્યા ?

મહારાષ્ટ્રમાં (Maharashtra) વિવાદાસ્પદ ટ્રેઇની IAS ઓફિસર (Pooja Khedkar) સામે નકલી સર્ટિફિકેટ દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા બદલ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કેસ નોંધ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારે બોગસ સર્ટીફિકેટના આધારે...
gujarat government   તાલીમાર્થી ias ઓફિસર પૂજા ખેડકર જેમ ગુજરાતમાં પણ ias ips બન્યા

મહારાષ્ટ્રમાં (Maharashtra) વિવાદાસ્પદ ટ્રેઇની IAS ઓફિસર (Pooja Khedkar) સામે નકલી સર્ટિફિકેટ દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા બદલ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કેસ નોંધ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારે બોગસ સર્ટીફિકેટના આધારે સિવિલ સર્વિસીસની પરીક્ષા આપી સનદી અધિકારી બની ગયા હોય તેવા 5 IAS અને 3 IPS અધિકારીઓ વિરુદ્ધ તપાસ શરૂ થઈ શકે છે, એવા અહેવાલ છે. જો કે, આ મામલે હાલ ગુજરાત સરકાર (Gujarat Government) કે UPSC દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી.

Advertisement

પૂજા ખેડકર મામલો સામે આવતા ગુજરાતમાં પણ તપાસ!

ઉલ્લેખનીય છે કે, વિવાદાસ્પદ ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર (Pooja Khedkar) નો મામલો છેલ્લા અમુક દિવસથી ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે હવે તેની સામે થયેલા ગંભીર આક્ષેપો મામલે પૂજા ખેડકરનું (Pooja Khedkar) નિવેદન પણ સામે આવ્યું છે, તેણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'ન્યાયતંત્ર પોતાનું કામ કરશે, જે પણ હશે, હું તેનો જવાબ આપીશ.' પૂજા ખેડકરનો મામલો સામે આવતા હવે ગુજરાતમાં પણ સરકારે (Gujarat Government) આવા અધિકારીઓને શોધી કાઢી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા કમર કસી હોવાનું કહેવાઈ રહ્યું છે. એવી ચર્ચા છે કે, ખોટા સર્ટિફિકેટ બનાવીને નોકરી મેળવવા મામલે ગુજરાત કેડરનાં 5 IAS ઓફિસર સામે તપાસ થઈ શકે છે.

ખોટી રીતે અધિકારી બનેલા સામે તપાસ!

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ 5 અધિકારી પૈકી એક સિનિયર મહિલા અધિકારી અને 3 જુનિયર લેવલનાં IAS અધિકારી તપાસનાં દાયરામાં આવી શકે છે. આ સાથે, જિલ્લાનાં IPS સહિત 3 પોલીસ અધિકારીઓ પર પણ તપાસની તલવાર લટકતી હોવાનું સંભળાઈ રહ્યું છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે રાજ્યમાં માત્ર IAS કેડરમાં જ નહીં પણ IPS કેડરમાં પણ પૂજા ખેડકરની જેમ કેટલાક અધિકારીઓએ બોગસ સર્ટિફિકેટ (Bogus Certificate) મેળવી રિઝર્વ ક્વોટા એટલે કે અનામતનો લાભ લઈને નોકરી મેળવી છે. જો કે, આ મામલે હાલ સરકાર તરફે કે UPSC દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી.

Advertisement

આ પણ વાંચો - તાલીમાર્થી IAS સામે બનાવટીનો કેસ નોંધાયો, Pooja Khedkar ની પહેલી પ્રતિક્રિયા જાહેર

Advertisement

આ પણ વાંચો - Ahmedabad Airport : ટેક્સી ડ્રાઇવર-સિક્યોરિટી ગાર્ડ વચ્ચે જોરદાર મારામારી! ઘટના CCTV માં કેદ

આ પણ વાંચો - NEET UG Exam Result : ગુજરાતનાં અનેક સેન્ટરનાં પરિણામ ચોંકાવનારાં! 85% વિદ્યાર્થીઓને કટઓફથી વધુ માર્ક્સ

Tags :
Advertisement

.