Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WEATHER : રાજ્યમાં સતત ત્રીજા દિવસે હાડ થીજવતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા

WEATHER UPDATE : રાજ્યમાં છેલ્લા 2 દિવસથી લોકો હાડ થીજવતી ઠંડી (WEATHER UPDATE)નો સામનો કરી રહ્યા છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવશે. આ સિવાય આવતીકાલથી ઠંડીનું જોર ઘટશે તેવી શક્યતાઓ જોવા...
weather   રાજ્યમાં સતત ત્રીજા દિવસે હાડ થીજવતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા

WEATHER UPDATE : રાજ્યમાં છેલ્લા 2 દિવસથી લોકો હાડ થીજવતી ઠંડી (WEATHER UPDATE)નો સામનો કરી રહ્યા છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવશે. આ સિવાય આવતીકાલથી ઠંડીનું જોર ઘટશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો જાણો કયા શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું છે. ક્યાં સૌથી વધુ ઠંડી રહી અને ક્યાં ઓછી ઠંડી રહેશે.

Advertisement

જાણો ક્યાં કેટલી રહેશે ઠંડી

કચ્છના નલિયામાં સૌથી ઓછુ 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. આ સિવાય ભુજ, ડિસા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન રહેશે. કંડલા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 12 ડિગ્રી હોવાનું અનુમાન રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોધાયુ છે તો સાથે જ અમરેલી, પોરબંદર, દિવ, મહુવામાં 13 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદ અને વડોદરામાં 14 ડિગ્રી તાપમાન છે તો ભાવનગરમાં 15 અને સુરતમાં 16 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે.

Advertisement

Gujarat First

રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર ઘટે તેવી શક્યતા

કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં આવતીકાલથી ઠંડી (WEATHER UPDATE) નું જોર ઘટે તેવી શક્યતાઓ છે. આ સાથે જ રાજ્યમાં 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવશે. તો સાથ જ 8, 9, 10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી જોવા મળી રહી છે. 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

Advertisement

19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું

9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ (WEATHER UPDATE) શહેર રહ્યું છે તો સાથે જ નલિયામાં 10.0 ડિગ્રી ,ભુજમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 14.3 ,ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન, વલ્લભવિધ્યાનગરમાં 14.6 ડિગ્રી તાપમાન છે. આ સિવાય વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન, સુરતમાં 16.2 ડિગ્રી તાપમાન, મહુવામાં 13.3 ડિગ્રી, કંડલામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો સાથે જ અમરેલીમાં 13.2 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 13.0 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી તાપમાન , સુરેન્દ્રનગરમાં 12.0 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે.

આ પણ વાંચો-WEATHER UPDATE : અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો

Tags :
Advertisement

.