Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

 VADODARA : મતદાનકર્મીઓનો સાથ આપશે “વેલ્ફેર કિટ”

VADODARA : વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ એક સંવેદનાસભર નિર્ણય લઇ મતદાન કર્મીઓને ખાસ વેલ્ફેર કિટ આપવાનો નિર્ણય કર્યો છે. આ કિટમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સાથે સૂકા નાસ્તાના પેકેટ પણ આપવામાં આવશે. આવી ૨૫૫૨ કિટ તૈયાર કરી ડિસ્પેચિંગ સમયે મતદાનકર્મીઓને આપવામાં...
 vadodara   મતદાનકર્મીઓનો સાથ આપશે “વેલ્ફેર કિટ”
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ એક સંવેદનાસભર નિર્ણય લઇ મતદાન કર્મીઓને ખાસ વેલ્ફેર કિટ આપવાનો નિર્ણય કર્યો છે. આ કિટમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સાથે સૂકા નાસ્તાના પેકેટ પણ આપવામાં આવશે. આવી ૨૫૫૨ કિટ તૈયાર કરી ડિસ્પેચિંગ સમયે મતદાનકર્મીઓને આપવામાં આવશે.

Advertisement

વિધાનસભા બેઠક પ્રમાણે કિટ તૈયાર કરાઇ

નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, મતદાનકર્મીઓને જે તે ગામમાં રાતવાસો કરવો પડતો હોય છે. ઘણી વખત અંતરિયાળ ગામ કે વિસ્તારમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મળતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે વેલ્ફેર કિટ તૈયાર કરવા માટે સૂચના આપી હતી. વડોદરા જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક પ્રમાણે આ વેલ્ફેર કિટ તૈયાર કરવામાં આવી છે.

Advertisement

૧૨૭૬૦ મતદાનકર્મીઓ વ્યવસ્થા

આ વેલ્ફેર કિટમાં શેમ્પુ, ટૂથ પેસ્ટ, સાબૂ, મચ્છર માટેની અગરબત્તિ રાખવામાં આવશે. આ ઉપરાંત બિસ્કિટ, સિંગ, ચણા, કેળા વેફર્સ, પાપડી ચવાણુ, ઓરેન્જ કેંડી, સેવ મમરા, ટમટમ જેવો નાસ્તો રાખવામાં આવશે. વિધાનસભા મુજબ અલગ અલગ સૂકો નાસ્તો એમાં રાખવામાં આવશે. કુલ પાંચ વ્યક્તિ માટેની વ્યવસ્થા આ કિટમાં હશે. એટલે કે, ૧૨૭૬૦ મતદાનકર્મીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

જિલ્લા ચૂંટણી અધિકારીનું ક્ટ આઉટ લોન્ચિંગ

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે.લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ  શાહે પ્રાઉડ વોટર ક્ટ આઉટનું જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કર્યું હતું.શહેરના નામાંકિત કલાકાર સચિન કાલુસ્કર અને પ્રણવ કોઠારીએ આ આ પ્રાઉડ વોટર કટ આઉટ તૈયાર કર્યું છે.

આ પણ વાંચો – VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારનો વિરોધ કોંગ્રેસને ભારે પડ્યો, ફીઝીયોથેરાપીસ્ટ મેદાને

Tags :
Advertisement

Trending News

.

×