Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 120 ટન કચરાનો નિકાલ

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા 1 જૂનથી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત 7, જૂનના રોજ જાહેર તથા સામુદાયિક શૌચાલયોની સફાઇ અને જરૂરી સમારકામ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત...
vadodara   સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 120 ટન કચરાનો નિકાલ

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા 1 જૂનથી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત 7, જૂનના રોજ જાહેર તથા સામુદાયિક શૌચાલયોની સફાઇ અને જરૂરી સમારકામ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ 11 સામાજિક સંસ્થાઓ સહભાગી થઇ હતી. દરમિયાન 120 મેટ્રીક ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પાલિકાની અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ વિતેલા 24 કલાકમાં જાહેર માર્ગ પર ગંદકી કરવા બદલ રૂ. 1.05 લાખની પેનલ્ટી વસુલવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

11 સામાજિક સંસ્થાઓ સહભાગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશભરમાં સ્વચ્છતાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેને નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત રાજ્યમાં જન આંદોલનમાં પરિવર્તિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 1 - 15 જૂન સુધી આ અભિયાન ચાલનાર છે. 7, જૂનના રોજ જાહેર તથા સામુદાયિક શૌચાલયોની સફાઇ અને જરૂરી સમારકામ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ 11 સામાજિક સંસ્થાઓ સહભાગી થઇ હતી. દરમિયાન 120 મેટ્રીક ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પાલિકાની અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે.

રૂ. 1.05 લાખની પેનલ્ટી વસુલ

આ સાથે જ પાલિકાની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા પર ગંદકી ફેલાવનારા તત્વો સામે ચેકીંગ અને પેનલ્ટીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિતેલા 24 કલાકમાં રૂ. 1.05 લાખની પેનલ્ટી વસુલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, પાલિકા દ્વારા સઘન સફાઇ ઝૂંબેશમાં લોકોને જોડવાની સાથે રસ્તા પર ગંદકી ફેલાવનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો લાંબાગાળા સુધી આ પ્રકારે કામ થાય તો વડોદરા સ્વચ્છતામાં અગ્રિમતા ક્રમ મેળવી શકે છે, તેવું નાગરિકોનું માનવું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સુરક્ષા કારણોસર હોસ્પિટલ, લાઇબ્રેરી સહિત અનેક સ્થળે નોટીસ

Advertisement
Tags :
Advertisement

.