Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ખનીજ માફીયાઓને છુટ્ટાદોર જેવી સ્થિતી

VADODARA : વડોદરા (VADODARA) પાસે મહીસાગર નદીમાં ખનીજ માફીયાઓને છુટ્ટોદોર મળ્યો હોય તેવી સ્થિતી સામે આવી છે. ગતરોજ મહી નદીના પટમાંથી રેતીનું ખનન કરવાની ઘટનાનું ટેલિકાસ્ટ કરવા માટે મીડિયાના રિપોર્ટર-કેમેરામેન પહોંચ્યા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા, દરમિયાન લીઝ માલિક...
vadodara   ખનીજ માફીયાઓને છુટ્ટાદોર જેવી સ્થિતી

VADODARA : વડોદરા (VADODARA) પાસે મહીસાગર નદીમાં ખનીજ માફીયાઓને છુટ્ટોદોર મળ્યો હોય તેવી સ્થિતી સામે આવી છે. ગતરોજ મહી નદીના પટમાંથી રેતીનું ખનન કરવાની ઘટનાનું ટેલિકાસ્ટ કરવા માટે મીડિયાના રિપોર્ટર-કેમેરામેન પહોંચ્યા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા, દરમિયાન લીઝ માલિક દ્વારા તેના મળતિયાઓ સાથે મળીને તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જે બાદ મામલો નંદેસરી પોલીસ મથક પહોંચ્યો છે.

Advertisement

વિડીયો કેમ ઉતારો છો. ?

નંદેસરી પોલીસ મથકમાં જીગેન વોરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ખાનગી ચેનલમાં રિપોર્ટર છે. 12, જુનના રોજ તે પ્રદીપભાઇ ચૌબે સાથે બાઇક પર રિપોર્ટીંગ કરવા નિકળ્યા હતા. તેમને માહિતી મળી હતી કે, કોટણા ગામે મહીસાગર નદીના પટમાં મશીન વડે ડમ્પરમાં રેતી ભરવાનું ચાલું છે. જેથી તેઓ લાઇવ ટેલિકાસ્ટ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. 15 મિનિટ સુધી ટેલિકાસ્ટ કર્યા બાદ પરત જતા સમયે નદીનો ઢાળ ચઢતી વેળાએ લીઝના માલિક વખતસિંહ અને તેના 15 જેટલા મળતીયાઓ હાથમાં દંડા અને લોખંડની પાઇપ લઇને ત્યાં આવ્યા હતા. અને કહ્યું કે, વિડીયો કેમ ઉતારો છો. ?

તો જાનથી મારી નાંખીશું.

બાદમાં વખતસિંહે દંડા વડે તેઓને માર માર્યો હતો. અને પ્રદીપ ચૌબેને ડમ્પરના ડ્રાઇવરે લોખંડની પાઇપથી માર માર્યો હતો. બાદમાં તેઓએ તેમને મોબાઇલ લઇ લીધો હતો. તેમાંથી વિડીયો-ફોટો ડિલીટ કરી મોબાઇલ પરત આપી દીધો હતો. બાદમાં બંનેનો પૈસાની માંગણી કરતો વિડીયો બનાવ્યો હતો. અને કહ્યું કે, હવે પછીથી આ જગ્યાએ આવ્યા તો જાનથી મારી નાંખીશું. બાદમાં તેઓ બાઇક પર જવા નિકળ્યા હતા. દરમિયાન શેરખી રોડ પર તેઓને ચક્કર આવતા પ્રદીપ ચૌબેએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જે બાદ બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં જીગેન વોરાને માથામાં ટાંકા અને હાથની આંગળીએ ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. જ્યરે પ્રદીપ ચૌબેને હાથના કાંડાના નીચેના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. આખરે ઉપરોક્ત મામલે વખતસિંહ સામે નંદેસરી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના પ્લોટ પર સાંસદ યુસુફ પઠાણનું દબાણ !

Advertisement
Tags :
Advertisement

.