Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : TASTE OF VADODARA માં ઘોંઘાટનું પ્રદુષણ જારી, સાઉન્ડ મીટરની સાબિતી

VADODARA : વડોદરાના સેવાસી રોડ પર આવેલા સત્યનારાયણ લોન્જમાં TASTE OF VADODARA નામનો ઇવેન્ટ શરૂ થયો છે. આ ઇવેન્ટ 9 તારીખથી શરૂ થયો છે. જે 26 તારીખ સુધી ચાલશે. આ કાર્યક્રમ શરૂ થતાની સાથે જ આસપાસમાં સર્જાતા ઘોંઘાટને કારણે લોકો...
vadodara   taste of vadodara માં ઘોંઘાટનું પ્રદુષણ જારી  સાઉન્ડ મીટરની સાબિતી

VADODARA : વડોદરાના સેવાસી રોડ પર આવેલા સત્યનારાયણ લોન્જમાં TASTE OF VADODARA નામનો ઇવેન્ટ શરૂ થયો છે. આ ઇવેન્ટ 9 તારીખથી શરૂ થયો છે. જે 26 તારીખ સુધી ચાલશે. આ કાર્યક્રમ શરૂ થતાની સાથે જ આસપાસમાં સર્જાતા ઘોંઘાટને કારણે લોકો ભારે પરેશાન (CONTROVERSY) થઇ રહ્યા છે. ગતરોજ વધુ એક વખત સ્થાનિક સીનીયર સીટીઝન દ્વારા અવાજ ઉઠાવતા તંત્રએ સાઉન્ડ મીટર સાથે સ્થળ પર તપાસ કરી હતી. જેમાં અવાજની માત્રા નિયત માપદંડ કરતા વધુ મળી આવી હતી.

Advertisement

પોલીસ કમિશનર સાથે મુલાકાત

વડોદરામાં ગોત્રી વિસ્તારના સત્યનારાયણ લોન્જમાં શરૂ થયેલો TASTE OF VADODARA નામનો ઇવેન્ટ વિવાદનો પર્યાય બની રહ્યો છે. પહેલા દિવસથી જ અવાજના ઘોંઘાટથી ત્રસ્ત રહીશો દ્વારા લક્ષ્મીપુરા પોલીસ મથકમાં રજુઆત કરવામાં આવી હતી. જે બાદ કોઇ નક્કર ઉકેલ નહિ આવતા બીજા દિવસે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરીને પોતાની સમસ્યા વર્ણવી હતી. આખરે ગતરાત્રે તંત્ર દ્વારા સાઉન્ડ મીટર સાથે તપાસતા અવાજની માત્રા ઉંચી હોવાનું ધ્યાને આવ્યું હતું. સ્થાનિકો વધુ એક વખત કાર્યવાહી થાય તેવી માંગ સાથે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં નજરે પડ્યા હતા.

Advertisement

10 વાગ્યા પછી તો અવાજ શુન્ય

મહિલા જયમાલા બેન જણાવે છે કે, શ્રી પર્લ રેસીડેન્સી, અને રૂત્વા રેસીડેન્સી લોન્જને અડીને આવેલા છે. એટલી જોરથી અવાજ આવી રહ્યો છે કે, અમે બેસી નથી શકતા, સુઇ નથી શકતા, વાત નથી કરી શકતા, તે લોકો સરકારના માન્ય અવાજ કરતા અઢી ગણો ઘોંઘાટ કરી રહ્યા છે. 10 વાગ્યા પછી તો અવાજ શુન્ય થઇ જવો જોઇએ. અમે પોલીસ કમિશનરને રજુઆત કરી ચુક્યા છે. ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા નથી, ફાયર સેફ્ટી માટે એક બંબો ઉભો રાખવો જોઇએ. અમારી સોસાયટી વચ્ચે માત્ર 5 ફુટ જેટલું અંતર છે. જો અનહોની થાય તો ગણતરીના સેકંડોમાં જ આગ પ્રસરી શકે છે. આ વાતનું કોઇ ધ્યાન રાખવામાં નથી આવ્યું. સાઉન્ડ સિસ્ટમ 10 વાગ્યે બંધ થઇ જવી જોઇએ. જો તેમ ન થાય તો પોલીસ તેમની સાઉન્ડ સિસ્ટમ લઇ જાય

સાઉન્ડ ડેસીબલ 93 મળી આવ્યું

રૂત્વા હાઇટ્સના ચંદ્રેશ દવે જણાવે છે કે, સાઉન્ડ લેવલ બહુ જ ઉંચું છે. અમારા બારી બારણા ધ્રુજી ઉઠે છે. અમારી વિનંતી છે કે, સાઉન્ડ લેવલ નિયમાનુસાર જળવાય. 10 વાગ્યે કાર્યક્રમ બંધ થઇ જવો જોઇએ. આજે પોલીસ કમિશનરને મળી આવ્યા છીએ. તેમના સાધનમાંથી સ્લીપ કાઢતા સાઉન્ડ ડેસીબલ 93 મળી આવ્યું છે. આ અમારા કમ્પાઉન્ડની સ્થિતી છે. તેમની ટીમ ડીબી માપ્યું છે. 65 ની અંદર તેનુ પ્રમાણ હોવું જોઇએ. અમે સામાન્ય માણસ છીએ, આંદોલન કરીએ, જો કાર્યવાહી નહિ થાય તો ઉપવાસ કરીશું. બધાજ સિનિયર સિટીઝન છે.

Advertisement

કેયુર રોકડિયાને રજુઆત

સુત્રો જણાવી રહ્યા છે કે, આ અંગે સ્થાનિકો દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયાને રજુઆત કરવામાં આવી છે. જે બાદ ધારાસભ્ય દ્વારા સંબંધિત વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા માટે સુચન કરવામાં આવ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચો -- VADODARA : પત્નીએ કહી સંભળાવતા પતિને લાગી આવ્યું

Tags :
Advertisement

.