Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SSG હોસ્પિટલનું કેન્ટીન "બિમારીનું ઘર", જાણો તપાસમાં શું મળ્યું

VADODARA : SSG હોસ્પિટલ (VADODARA - SSG HOSPITAL) ના કેન્ટીનમાં પાલિકા (VMC - VADODARA) ની ખોરાક શાખાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બટાકા અને ટામેટા બગડી ગયેલા મળી આવ્યા છે. સાથે જ ખાંડ ભરેલી ગુણમાંથી જીવાત મળી...
vadodara   ssg હોસ્પિટલનું કેન્ટીન  બિમારીનું ઘર   જાણો તપાસમાં શું મળ્યું

VADODARA : SSG હોસ્પિટલ (VADODARA - SSG HOSPITAL) ના કેન્ટીનમાં પાલિકા (VMC - VADODARA) ની ખોરાક શાખાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બટાકા અને ટામેટા બગડી ગયેલા મળી આવ્યા છે. સાથે જ ખાંડ ભરેલી ગુણમાંથી જીવાત મળી આવ્યા છે. જેને લઇને પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા નમુના લઇને તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ પહોંચીને સ્થિતી અંગે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગમાં પણ રજુઆત કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

Advertisement

અનેક ક્ષતિઓ જણાઇ આવી

વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. અહિંયા સેંકડોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. દર્દીઓની ખબર કાઢવા માટે આવેલા પરિજનો કેન્ટીનમાંથી જમવાનુે લેતા હોય છે. એસએસજી હોસ્પિટલના કેન્ટીનમાં મળતા ભોજનમાંથી ગંધ આવતી હોવાનું, અને તેના સ્વાદને લઇને ફરિયાદો ઉઠતા આજે પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં અનેક ક્ષતિઓ જણાઇ આવી છે. સાથે જ વિસ્તારના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકા પણ પહોંચ્યા છે. અને આ અંગે ઉચ્ચ સ્તરે રજુઆત કરવાનું તેઓ જણાવી રહ્યા છે.

Advertisement

અનાજમાં જીવડા

મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકા જણાવે છે કે, એસએસજી હોસ્પિટલના કેન્ટીનમાં પેશન્ટના સગાઓ આવતા હોય છે. તેમાંથી કેટલીક વખત જીવડા નિકળે છે. તમે જુઓ તો અનાજમાં જીવડા દેખાશે, શાકભાજી બગડેલું દેખાશે. સહેજ પણ સાફ સુથરૂ કશું નથી. એટલે હું આવી છું. આરોગ્ય શાખાની ટીમને બોલાવવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગમાં પણ રજુઆત કરવામાં આવશે.

Advertisement

તો લાયસન્સ રદ્દ

પાલિકાના અધિકારી જણાવે છે કે, આજે એસએસજી હોસ્પિટલ બાજુમાં આવેલી કેન્ટીનને લઇને ફરિયાદ મળી હતી. તેના આધારે સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. અહિંયા ટામેટા, બટાકા બગડી ગયેલા મળી આવ્યા છે. ખાંડમાં જીવાત જોવા મળી રહી છે. તેમને નોટીસ આપવામાં આવશે. અને નમુના લેવામાં આવશે. બે-ત્રણ દિવસ પહેલા જ 15 જેટલા નમુના લેવામાં આવ્યા છે. તે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમણે બનાવટ સમયે હેન્ડ ગ્લોઝ અને કેપ પહેરવાના હોય છે. તે અંગેની સુચના તેમને આપી હતી. પરંતુ તે જોવા મળી નથી. તેમને નોટીસ પાઠવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમને 15 દિવસની ઇમ્પ્રુવમેન્ટ નોટીસ પાઠવવામાં આવનાર છે. જો તેમણે તે પ્રમાણે ન કર્યું તો લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો -- VADODARA : VMC ની કચેરી નજીક રહેતા રહીશો દુર્ગંધ મારતા પાણીથી ત્રસ્ત

Tags :
Advertisement

.